23.9 C
Kadi
Sunday, May 28, 2023

ખુશખબર / સરકારી કર્મચારીઓને ખુશ કરી દેશે આ સમાચાર, સેલરીમાં સીધુ 49420 રૂપિયાનો થશે વધારો!


Fitment Factor Update: નવું વર્ષ શરૂ થવામાં લગભગ એક મહિનો બાકી છે. વર્ષ 2023 ની શરૂઆત સાથે જ કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર મળતા દેખાઈ રહ્યાં છે. લાખો કામદારોની વર્ષો જૂની ઈચ્છાઓ પૂર્ણ થવાની સંભાવના છે. મળતી માહિતી મુજબ ફિટમેન્ટ ફેક્ટરની ફાઇલ પર કામ ચાલી રહ્યું છે. પરંતુ આ અંગેનો નિર્ણય 2023ના અંત સુધીમાં થવાની ધારણા છે. સેલરીમાં વધારો બેઝિક લેવલ પર થશે.

ફિટમેન્ટ ફેક્ટરમાં કેટલો વધારા થવાની આશા ?

સપ્ટેમ્બરમાં 4 ટકાના વધારા સાથે કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું વધીને 38 ટકા થઈ ગયું છે. જાન્યુઆરી અને જુલાઈમાં તેમાં વધુ વધારો કરવામાં આવશે. પરંતુ કેન્દ્રીય કર્મચારીઓ સાતમા પગાર પંચ હેઠળ ફિટમેન્ટ ફેક્ટર વધારવાની લાંબા સમયથી માગ કરી રહ્યા છે. મળતી માહિતી મુજબ સરકાર 2023 માં લોકસભા ચૂંટણી પહેલા આ મુદ્દાને અંતિમ સ્વરૂપ આપવાનું વિચારી રહી છે. હાલમાં કેન્દ્રીય કર્મચારીઓનો લઘુત્તમ પગાર 2.57 ગણા ફિટમેન્ટ ફેક્ટર સાથે 18,000 રૂપિયા છે. તેને વધારીને 3.68 ગણી કરવાની માગ ઘણા સમયથી કરવામાં આવી રહી છે. એવા સમાચાર છે કે સરકાર મધ્યમ જમીન શોધીને ફિટમેન્ટ ફેક્ટરને ત્રણ ગણી કરી શકે છે.

કેટલી વધશે સેલરી ?

જો ફિટમેન્ટ ફેક્ટર 3 ગણું હોય તો પણ પગારમાં નોંધપાત્ર વધારો થશે. ઉદાહરણ તરીકે જે કર્મચારીની બેઝિક સેલરી 18,000 રૂપિયા છે, હાલમાં તેની સેલરી 18,000 X 2.57 = 46,260 રૂપિયા થાય છે. પરંતુ જ્યારે ફિટમેન્ટ ફેક્ટરના ત્રણ ગણું થવા પર બેઝિક સેલરી 21000 રૂપિયા થઈ જશે. તે જ સમયે ભથ્થાં સિવાય કુલ સેલરી 21000 X 3 એટલે કે 63,000 રૂપિયા થઈ જશે.

કેન્દ્રીય કર્મચારીઓની સેલરીમાં ભથ્થાઓ ઉપરાંત અન્ય ભથ્થાઓ પણ હોય છે. સેલરીમાં પ્રોવિડન્ટ ફંડ (Provident Fund) અને ગ્રેચ્યુટી (Gratuity) નો પણ સમાવેશ થાય છે. કેન્દ્રીય કર્મચારીઓની EPF અને ગ્રેચ્યુઈટી બેઝિક સેલરી અને DA સાથે લિંક હોય છે. આ જ કારણ છે કે તેમના EPF અને ગ્રેચ્યુટીની ગણતરી કરવા માટે એક અલગ ફોર્મ્યુલા લાગુ કરવામાં આવે છે. CTC માંથી ભથ્થાં અને અન્ય કપાત કરવામાં આવે છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

4,400FansLike
1,331FollowersFollow
1,600SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

error: Content is protected !!