23.9 C
Kadi
Sunday, May 28, 2023

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: ખડગેની હાજરીમાં જય નારાયણ વ્યાસ જોડાયા કોંગ્રેસમાં, ટિકિટ ન મળવાથી ભાજપથી હતા નારાજ


ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપને મોટો ફટકો પડ્યો છે. ટિકિટ ન મળવાથી નારાજ થયેલા જય નારાયણ વ્યાસ હવે કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. જય નારાયણ વ્યાસ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની હાજરીમાં કોંગ્રેસનો ખેસ ધારણ કરીને કોંગ્રેસમાં સામેલ થયા છે. જય નારાયણ વ્યાસ સાથે સિદ્ધપુરના કાર્યકરો અને આગેવાનો પણ કોંગ્રેસમાં જોડાયા છે. જણાવી દઈએ કે ભાજપ છોડ્યા પછી જય નારાયણ વ્યાસ કોંગ્રેસ નેતા અને રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતને મળ્યા હતા. ત્યારથી જ એવી અટકળો લગાવાઈ રહી હતી કે તેઓ કોંગ્રેસમાં સામેલ થશે.

સિદ્ધપુરથી ભાજપના ધારાસભ્ય રહી ચૂકેલા જયનારાયણ વ્યાસ એક દિવસ અગાઉ સિદ્ધપુરના વામૈયા ગામમાં જાહેર સભામાં પહોંચ્યા હતા. અહીં તેઓ કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરના સમર્થનમાં પહોંચ્યા હતા અને લોકોને અપીલ કરી હતું કે કોંગ્રેસને જીતાડે. જણાવી દઈએ કે ટિકિટ ન મળવાથી નારાજ જય નારાયણ વ્યાસે થોડા દિવસો પહેલા ભાજપમાંથી રાજીનામું આપી દીધું હતું. જય નારાયણ વ્યાસ ગુજરાતમાં નરેન્દ્ર મોદીની સરકારમાં આરોગ્ય મંત્રી રહી ચૂક્યા છે.

જય નારાયણ વ્યાસ લાંબા સમયથી ભાજપ સાથે જોડાયેલા હતા. તેમણે પાર્ટીમાં ઘણા ઉતાર-ચઢાવ પણ જોયા. જ્યારે કેશુભાઈ અને નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે જય નારાયણ વ્યાસ પણ બંને સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે. મળતી માહિતી મુજબ, જય નારાયણ વ્યાસ ઘણા સમયથી ભાજપથી નારાજ હતા. કારણ કે 2017માં જયનારાયણ વ્યાસની ટિકિટ કપાઈ હતી.

ગુજરાતમાં બે તબક્કામાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. પ્રથમ તબક્કામાં 1 ડિસેમ્બરે 89 બેઠકો પર મતદાન થશે, ત્યારબાદ બીજા તબક્કામાં 93 બેઠકો પર 5 ડિસેમ્બરે મતદાન થશે, જ્યારે હિમાચલ પ્રદેશની સાથે ગુજરાતની ચૂંટણીના પરિણામો 8 ડિસેમ્બરે આવશે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

4,400FansLike
1,331FollowersFollow
1,600SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

error: Content is protected !!