રાજસ્થાનમાં સચિન પાયલટ અને અશોક ગેહલોત વચ્ચે ચાલી રહેલા વિવાદને લઈને કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશનું મોટું નિવેદન સામે આવ્યું છે. જયરામ રમેશે કહ્યું કે જો જરૂર પડશે તો પાર્ટી આકરા નિર્ણયો લેવામાં અચકાશે નહીં અને રાજસ્થાનમાં સંગઠનને મજબૂત કરવા માટે દરેક કામ કરવામાં આવશે.
ગયા અઠવાડિયે અશોક ગેહલોતે સચિન પાયલટને ‘ગદ્દાર’ કહ્યા હતા. તેમણે એમ પણ કહ્યું કે સચિન પાયલટ તેને ક્યારેય હટાવી નહીં શકે. ગેહલોતે એમ પણ કહ્યું કે સચિન પાયલટે 2020માં કોંગ્રેસ સામે બળવો કર્યો અને રાજ્ય સરકારને તોડી પાડવાનો પ્રયાસ કર્યો. જોકે, સચિન પાયલટે જવાબમાં કહ્યું હતું કે તે આવી ભાષાનો ઉપયોગ કરી શકે નહીં. અશોક ગેહલોતે સચિન પાયલટને ગદ્દાર કહ્યા બાદ પાર્ટીના રાજ્ય યુનિટમાં ઉથલપાથલ મચી ગઈ.
રાજસ્થાનમાં સચિન પાયલટ અને અશોક ગેહલોત વિશે મીડિયા દ્વારા સવાલ કરવામાં આવતા જયરામ રમેશે કહ્યું કે સંગઠન અમારા માટે સર્વોપરી છે. અમે ટૂંક સમયમાં રાજસ્થાનના મુદ્દાનો એવો ઉકેલ શોધીશું, જે અમારી પાર્ટીને મજબૂત કરશે. તેમણે કહ્યું કે આ માટે અમારે મુશ્કેલ નિર્ણયો લેવા પડશે તો પણ અમે તે લઈશું. જોકે તેમણે આ માટે કોઈ સમય મર્યાદા આપી નથી.