— માસિક અમુક રકમ આપો અને બેરોકટોક ગોરખધંધા ચલાવવા ની છુપી પરમિશન
— બેનંબર ના ધંધા ના માસિક ટર્ન ઓવર આધારિત વહીવટદાર અને ફોજદાર નક્કી કરે છે રકમ
કડી પોલીસ સ્ટેશનના નામચીન વહીવટદાર અને ડી સ્ટાફ ના ફોજદાર ના છુપા આશીર્વાદ નીચે માસિક હપ્તા થી અસમાજિક તત્વો બેરોકટોક પોતાનો કાળો કારોબાર ચલાવી રહ્યા હોવાની લોકમુખે ચર્ચા જામી છે.
મહેસાણા જિલ્લાના કડી પંથકમાં સ્થાનિક પોલીસ ની નિષ્ક્રિયતા ના લીધે ગણતરીના સમય થી ગુનેગારો અને ગેરકાયદેસર ધંધા કરતા લોકોને ઘી કેળાં થઈ ગયા છે.શહેરમાં અને તાલુકાના ગામડાઓમાં ઠેર ઠેર દેશી, વિદેશી દારૂ, જુગાર સહિતના ગેરકાયદેસર વેપાર ફૂલ્યો ફાલ્યો હોવાની લોકોમાં ચર્ચા જોવા મળી રહી છે.સમગ્ર જિલ્લામાં ક્રાઇમ રેટ કડી પંથક માં સૌથી વધુ જોવા મળે છે.અગાઉ ના પી.આઇ. ની સજાગતા ના લીધે ગુનેગારોમાં ડર નો માહોલ હતો પરંતુ તેમની જગ્યાએ નવા પી.આઇ., ડી સ્ટાફ ના ફોજદાર સહિત વહીવટદાર બદલાતા ગુનેગારોને ઘી કેળાં થઈ ગયા છે.અંગત સૂત્રો પાસે થી મળતી માહિતી તેમજ લોકમુખે થતી ચર્ચાઓ મુજબ કડી પોલીસ સ્ટેશનના લાડીલા ડી સ્ટાફ ના ફોજદાર અને વહીવટદાર અસામાજિક તત્વો પાસેથી માસિક રકમ નો હપ્તો બાંધી ગેરકાયેસરના વેપાર કરવાની છૂટ આપી દેવામાં આવી છે.કેટલાક કિસ્સામાં તો ડી સ્ટાફ ના ફોજદાર અને વહીવટદાર વિદેશી દારૂ ના ઝડપેલા મુદ્દામાલ માંથી અમુક જથ્થો તેમના માનીતા બૂટલેગરો ને વેચી ને બારોબાર વહીવટ કરી રોકડી કરી લેતા હોય છે જેમાં બાકી રહેલ મુદ્દામાલ ફરીયાદ માં દાખલ કરી મુદ્દામાલ ઓછો બતાવતા હોવાની પણ કેટલાક સમય થી ફરીયાદ ઉઠવા પામી છે.કડી પોલીસ સ્ટેશન નો સમગ્ર વહીવટ કરી અધિકારીઓનો કમાઉ દીકરા વહીવટદાર ની બદલી અન્ય જગ્યા ઉપર થઈ ગયી હોવા છતાં પી.આઇ ને એના જેવો લાખો રૂપિયા કમાઈ આપતો વિશ્વાસુ વહીવટદાર મળતો નહિ હોવાથી તેને છૂટો કરી અન્ય જગ્યાએ મોકલતા પણ નથી તેવી લોક ચર્ચા જામી છે.કડી પોલીસ સ્ટેશનના સમગ્ર કાળા કામ ની જાણકારી જિલ્લા પોલીસ વડા પાસે પહોંચી છે કે નહિ તેની માહિતી મળી નથી પરંતુ લોકો ના મત મુજબ જિલ્લા પોલીસ વડા અંદરખાને ખાનગી નિષ્પક્ષ તપાસ કરાવે તો કેટલાય અધિકારીઓને જેલમાં જવાનો વારો આવી શકે છે.કેટલાક નાગરીકો તો કડી પોલીસ સ્ટેશનના લાલચુ અધિકારીઓ ઉપર ઈન્કમટેકસ વિભાગમાં અરજી કરી તેમની સંપત્તિ વિશે તપાસ કરાવવા નજીક માં સમય માં અરજી કરવામાં આવનાર હોવાની પણ વાત કહી રહ્યા છે.હવે આવનાર સમય માં જોવાનું રહ્યું કે પ્રમાણિક જિલ્લા પોલીસ વડા અચલ ત્યાગી તેમના વિભાગની ઈજ્જત અને શાખ ઉપર કાળી ટીલી લગાવતા અધિકારીઓ ઉપર કેવી લાલ આંખ કરે છે.