માણાવદર વિધાનસભા વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી પક્ષના ઉમેદવાર લોક સેવકો શ્રી જવાહરભાઈ ચાવડાના સમર્થનમાં તાજેતરમાં જ મેંદરડા તાલુકાના ઝીંઝુડા ગામે મહિલાઓ દ્વારા સમર્થન મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું? આ મિટિંગમાં શૈલેષભાઈ રવિયાની અધ્યક્ષતામાં યોજાઇ હતી જેમાં મેંદરડા તાલુકા ભાજપના મહિલા મંડળના આગેવાનો તેમજ ઝિંઝુડા ગામના મહિલા આગેવાનો તેમજ મહિલા મતદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમને ભારતીય જનતા પાર્ટી પક્ષના ઉમેદવાર જવાહરભાઈ ચાવડાના સમર્થનમાં મીટીંગ નું આયોજન કર્યું હોય ત્યારે આ વખતે પહેલી તારીખે વિધાનસભા ની સામાન્ય ચૂંટણી થવાની હોય ત્યારે ઉમેદવાર જવાહરભાઈ ચાવડા તરફથી મતદાન કરવા અપીલ કરવામાં આવી હતી સરકાર દ્વારા મહિલાઓ માટે કેટલીક યોજનાઓ કરવામાં આવી છે તેમનાથી મહિલા મંડળને પરિચિત કરાવ્યા હતા તેમજ સરકાર દ્વારા નવી કેટલીક યોજનાઓ બહાર પાડવામાં આવી છે જે અંગે મિટિંગમાં હાજર રહેલ મહિલાઓને આ મિટિંગના અધ્યક્ષ શૈલેષભાઈ રવૈયા દ્વારા માહિતી પૂરી પાડવામાં આવી હતી આગામી વિધાનસભાની ચૂંટણી ના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે પૂરજોશમાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે