પાટણ જીલ્લાની રાધનપુર – સિદ્ધપુર વિધાનસભાના 9 ઉમેદવારો ખર્ચનો હિસાબ રજૂ ન કરતાં નોટિસ ફટકારી વિધાનસભાની ચૂંટણીમાં રાધનપુર વિધાનસભા અને સિદ્ધપુર વિધાનસભા ના નવ ઉમેદવારોએ ચૂંટણીમાં કરેલા ખર્ચનો તંત્ર સમક્ષ સમય મર્યાદામાં હિસાબ રજૂ ન કરતા ચૂંટણી અધિકારી દ્વારા નોટિસ ફટકારી છે અને તેમને હિસાબ રજૂ કરવા માટે તાકીદ કરી હતી સિદ્ધપુર વિધાનસભા બેઠકના 9 માંથી 7 ઉમેદવારોએ હિસાબ રજૂ કર્યો છે બે અપક્ષ ઉમેદવાર સોહિલકાજી અને દિલીપકુમાર પટેલે હિસાબ રજૂ ન કરતા ચૂંટણી અધિકારી દ્વારા તેમને નોટિસ આપી છે જ્યારે રાધનપુર વિધાનસભા બેઠક પર 7 ઉમેદવારો સમાજવાદી પાર્ટીના ભુરાભાઈ મોતીભાઈ રાવળ , અપક્ષ કિશન કાળુભાઈ ઠાકોર , અપક્ષ પ્રશાંત ભગવાનભાઈ ચૌધરી , અપક્ષ ભીખાભાઈ ગેલાભાઈ ભરવાડ , અપક્ષ ભૌમિક રઘાભાઈ દેસાઈ , અપક્ષ ભરત ધનાભાઈ ચૌધરી અને અપક્ષ સુરેશભાઈ ગોવિંદભાઈ પરમારે ચૂંટણીમાં કરેલા ખર્ચનો હિસાબ રજૂ ન કર્યો હોવાથી ચૂંટણી અધિકારી દ્વારા તેમને હિસાબ રજૂ કરવા માટે નોટિસ આપી છે જેમાં એક ઉમેદવાર ભૌમિક રઘાભાઈ દેસાઈએ પાછળથી નોટિસ આપ્યા બાદ હિસાબ રજૂ કર્યો હતો તેવું ચૂંટણી તંત્રના સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું