દેશના વડાપ્રધાન અને ભારતીય જનતા પાર્ટીના માર્ગદર્શક નરેન્દ્રભાઇ મોદી એ આજે કચ્છના અંજાર ખાતે જાહેર સભા યોજી વધુમાં વધુ મતદાન થકી ભાજપને જીતાડવા આહવાહન કર્યુ હતું.
પીએમ મોદી અંજારની ધરતીથી કચ્છના મારા ભાઇ-બહેનોને રામ રામ… કરતા સંબોધનની શરૂઆત કરી. કચ્છની ધરતી કર્તવ્ય અને કૌશલ્યની ધરતી છે. આ સંકલ્પ અને ઇચ્છાશક્તિની ધરતી છે. 2001માં જયારે કચ્છમાં ભૂકંપ આવ્યો ત્યારે કચ્છ સહિત આખુ ગુજરાતના જીલ્લા અને ગામ તબાહીના શિકાર બન્યા લોકો કહેતા કે કચ્છ મોતની ચાદર ઓઢીને સુતુ છે આ કચ્છ ફરી બેઠુ નહી થાય આ કચ્છની ખમીરવંતી પ્રજા અને સરકારની નીતીની જુંગલબંદીએ ફરી કચ્છ તેજ ગતીથી દોડે છે. દેશની આઝાદીના 100 વર્ષ થાય ત્યારે ભારત વિકસીત હોય તેવો સંકલ્પ છે. 2022ની ચૂંટણી મહત્વપુર્ણ છે તેમાં પાંચ વર્ષનો નહી 25 વર્ષનો નિર્ણય કરવાનો છે. કચ્છના લોકોને ભરોસો જ નોહતો કે કોણ આવશે જે નર્મદાનું પાણી પહોંચાડશે. વિપરીત વાળામાં વાતારણમાં પણ નર્મદા માતાના નીર પહોંચે છે. આજે કચ્છ પાણીદાર બન્યું છે.
Pm મોદી એ વધુમાં જણાવ્યું કે, કચ્છમાં આજે પર્યટનનો વિકાસ થયો છે. કેટલી નવી સંભાવનાવો પડી છે અને આજે આખુ રાજસ્થાન જોવા જેટલો સમય લાગે તેના કરતા વધુ દિવસ કચ્છ જોવા માટે લાગે . કચ્છમાં વધુમાં વધુ ટુરિસ્ટ આવે તે માટે કામ કરવામાં આવી રહ્યું છે. આજે કચ્છમાં 5જી આવી ગયું છે. ટુરિઝમ આવે એટલે કચ્છની આવક વધે.