ગુજરાત વિધાન સભાની ચૂંટનું પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે થશે, ત્યારે આજે સાંજે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પ્રક્રિયાના ભાગરૂપે 89 વિધાનસભા બેઠકો માટે પ્રચારનો અંત આવશે. આ પછી 5 ડિસેમ્બરે બાકીની 93 વિધાનસભા બેઠકો પર મતદાન થશે. જે બેઠકો પર આજે પ્રથમ તબક્કાનું મતદાન સમાપ્ત થઈ રહ્યું છે ત્યાં તમામ પક્ષો અને તમામ ઉમેદવારો પોતાની પૂરી તાકાત લગાવશે. ભાજપ વતી જેપી નડ્ડા આજે ભાવનગરમાં અને સ્મૃતિ ઈરાની ગાંધીધામમાં ચૂંટણી પ્રચાર કરશે.
વડાપ્રધાન મોદી અને અમિત શાહ કરી ચુક્યા પ્રચાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા સહિત બીજેપીના ઘણા વરિષ્ઠ નેતાઓએ એ સીટો પર પ્રચાર કર્યો છે જ્યાં પ્રથમ તબક્કામાં ચૂંટણી યોજાવાની છે. આમ આદમી પાર્ટી તરફથી દિલ્હીના મુખ્યમંત્રી અને પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ પ્રચાર કરી ચુક્યા છે. પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગ, અશોક ગેહલોત રાજ્યમાં કોંગ્રેસ માટે પ્રચાર કરી રહ્યા છે.
પ્રથમ તબક્કાના અગ્રણી ઉમેદવારો
આ વખતે ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની પણ હાજરી હોવાને કારણે સૌની નજર આના પર ટકેલી છે. ત્યારે પ્રથમ તબક્કામાં જે સીટ પર મતદાન થવા જઈ રહ્યું છે, તેના કેટલાક ઉમેદવારો પર લોકોની નજર ટકેલી છે. જેમાં પૂર્વ મંત્રી પુરુષોત્તમ સોલંકી, છ વખત ધારાસભ્ય રહેલા કુંવરજી બાવળિયા, મોરબીના કાંતિલાલ અમૃતિયા, રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા અને ગુજરાત AAP પ્રમુખ ગોપાલ ઈટાલિયા પર તમામની નજરો છે.
પ્રથમ તબક્કામાં 21 ટકા ઉમેદવારો સામે નોંધાયેલા છે કેસ
એડીઆરના અહેવાલ મુજબ, ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 788 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે, તેમાંથી 167 ઉમેદવારો સામે કેસ નોંધાયેલા છે. આ કુલ ઉમેદવારોના 21 ટકા છે. તેમાંથી 13 ટકા ઉમેદવારો સામે ગંભીર ગુનાના આરોપો છે. પ્રથમ તબક્કામાં ચૂંટણી લડી રહેલા AAPના 88 ઉમેદવારોમાંથી 36 ટકા (32 ઉમેદવારો) સામે ફોજદારી કેસ છે. પ્રથમ તબક્કામાં કોંગ્રેસના 31 ઉમેદવારો અને ભાજપના 14 ઉમેદવારો સામે ગુનો નોંધાયેલા છે. ભારતીય ટ્રાઈબલ પાર્ટીએ 14 સીટો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે, જેમાંથી 4 સીટોના ઉમેદવારો પર ફોજદારી કેસ છે.