23.9 C
Kadi
Sunday, May 28, 2023

પરમાણુ હથિયારોનો ભંડાર તૈયાર કરી રહ્યું છે ચીન, ભારતે જરૂર છે એલર્ટ રહેવાની, જાણો કેમ


સૈન્ય ક્ષમતાની સાથે સાથે ચીન તેના પરમાણુ હથિયારોમાં પણ ઝડપથી વધારો કરી રહ્યું છે. સામ્યવાદી દેશ તેની પરમાણુ ક્ષમતાને એટલો વધારવાનો પ્રયાસ કરી રહ્યો છે કે અન્ય કોઈપણ દેશ તેની સાથે વિવાદોમાં ઉતરતા પહેલા સો વખત વિચારે. ચીનની નીતિ વિસ્તરણવાદી રહી છે. તે ભારત જેવા શક્તિશાળી દેશોની સીમામાં પણ ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યો છે, આવી સ્થિતિમાં તેના પાડોશી નાના દેશોની સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે. ચીનમાં 2035 સુધીમાં લગભગ 1,500 ઓર્ડનન્સ સ્ટોર (શસ્ત્રાગાર) હોવાની શક્યતા છે. અત્યારે તેની પાસે લગભગ 400 ઓર્ડનન્સ સ્ટોર છે.

ચીન પોતાનો મહત્ત્વકાંક્ષી સૈન્ય કાર્યક્રમ ચાલુ રાખી રહ્યું છે. પેન્ટાગોને મંગળવારે યુએસ કોંગ્રેસમાં રજૂ કરેલા વાર્ષિક અહેવાલમાં જણાવ્યું હતું કે બીજિંગ આગામી દાયકામાં તેના પરમાણુ શક્તિનું આધુનિકરણ કરવાનું, એમાં વિવિધતા લાવવાનું અને એનું વિસ્તરણ કરવાનું લક્ષ્ય ધરાવે છે.

રિપોર્ટ અનુસાર, ચીનની વર્તમાન પરમાણુ આધુનિકીકરણની કવાયત અગાઉના આધુનિકીકરણના પ્રયાસો કરતા ઘણા મોટા પાયા પર છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચીન જમીન, સમુદ્ર અને વાયુ આધારિત પરમાણુ પ્લેટફોર્મની સંખ્યા વધારી રહ્યું છે અને તેના પરમાણુ દળોના વિસ્તરણ માટે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવી રહ્યું છે.

પેન્ટાગોને કહ્યું કે તેમનો અંદાજ છે કે ચીનના ઓપરેટિવ પરમાણુ શસ્ત્રાગાર 400ને વટાવી ગયા છે. પીપલ્સ લિબરેશન આર્મી (PLA) 2035 સુધીમાં તેના રાષ્ટ્રીય સંરક્ષણ અને સશસ્ત્ર દળોના આધુનિકીકરણને પૂર્ણ કરવાની યોજના ધરાવે છે. જો ચીન આ ગતિએ પરમાણુ વિસ્તરણ કરે છે, તો 2035 સુધીમાં તેના શસ્ત્રાગારની સંખ્યા લગભગ 1,500 પર પહોંચી શકે છે.

શા માટે ભારતે એલર્ટ રહેવાની જરૂર છે?

એશિયામાં વિશ્વની બે મહાસત્તાઓ વચ્ચે સીધા મુકાબલાની સ્થિતિ છે. ભારત અને ચીન બંને વચ્ચેના સંબંધો 1962થી અત્યંત કડવાશભર્યા રહ્યા છે. ભલે યુદ્ધ જેવી સ્થિતિ ન હોય, પરંતુ ઘણા મોરચે ભારત અને ચીનની સેનાઓ વચ્ચે તનતાની રહે છે. તાજેતરમાં ગલવાનને લઈને બંને દેશો વચ્ચે ઉગ્ર મુકાબલો થયો હતો. ઘણી જગ્યાએ સમાન પરિસ્થિતિ છે. ચીનની વિચારસરણી વિસ્તરણવાદી છે. ચીનના કારણે જ ભારતે લદ્દાખમાં પોતાની સૈન્ય સ્થિતિ મજબૂત કરવી પડી છે.

ચીન વૈશ્વિક સ્તરે પોતાને અમેરિકાનો વિકલ્પ બનાવવાની તૈયારી કરી રહ્યું છે. શી જિનપિંગ ચીનને વિશ્વનો સૌથી શક્તિશાળી દેશ બનાવવા માંગે છે. જો ચીનનું આ મિશન સફળ થશે તો ભારતે પણ પોતાના પરમાણુ શસ્ત્રાગાર વધારવાની જરૂર પડશે. ભલે ભારત પરમાણુ શસ્ત્રોના સંદર્ભમાં ‘નો ફર્સ્ટ યુઝ’ની નીતિ અપનાવે છે, પરંતુ હવે વ્યૂહાત્મક દૃષ્ટિકોણથી ભારતને પરમાણુ શક્તિને વધુ મજબૂત કરવાની જરૂરિયાત જણાઈ રહી છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

4,400FansLike
1,331FollowersFollow
1,600SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

error: Content is protected !!