23.9 C
Kadi
Sunday, May 28, 2023

1 ડીસેમ્બરે પીએમ મોદી પંચમહાલમાં જંગી સભાને સંબોધશે, ગત વખતે 2017માં થઈ હતી સભા


વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફરી એકવાર મધ્યગુજરાતમાં બીજા તબક્કાના મતદાન માટે ઝંઝાવાતી પ્રચાર થશે. 1 ડિસેમ્બરે PM મોદી પંચમહાલમાં જાહેર સભાને સંબોધન કરશે. મોટી સંખ્યામાં જનમેદની ઉમટશે ત્યારે તંત્ર દ્વારા તૈયારીઓ, સુરક્ષાનને લઈને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. વડાપ્રધાનની આ જંગી સભાની અંદર એક લાખની ભીડ ઉમટવાની શક્યતા છે.

અત્યારથી જ ત્યાં હેલીપેડને લઈને તેમજ પંડાલને લઈને પણ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરસભાને લઈને સમગ્ર જિલ્લાનું વહીવટી તંત્ર એલર્ટ થઈ ગયું છે. પોલીસ કાફલા સાથે જાહેરસભાના સ્થળે સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી રહી છે.  વડાપ્રધાનના અહીં આગમન બાદ તંત્રની સૂચના મુજબ સુરક્ષા વ્યવસ્થાની વ્યૂહરચનાનું પાઇલોટિંગ અને પ્રાથમિક તૈયારીઓ નિયમિત રીતે કરવામાં આવી રહી છે.

પંચમહાલ જિલ્લાના ભાજપના કાર્યકરો પણ એક્શનમાં આવી ગયા છે. ઉલ્લેખનીય છે કે 2017ની વિધાનસભાની ચૂંટણી વખતે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વેજલપુર હાઇવે સ્થિત આ મેદાનમાં પંચમહાલ જિલ્લાની તમામ 5 બેઠકોની મધ્યમાં જાહેર સભા સંબોધી હતી. ત્યારે ફરીએકવાર આ જ જગ્યાને સંબોધન માટે પસંદ કરવામાં આવી છે. 5 વર્ષ બાદ ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાહેરસભાને અહીં આ મેદાનમાં સંબોધશે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

4,400FansLike
1,331FollowersFollow
1,600SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

error: Content is protected !!