કડીના મામલતદાર કચેરીથી થોળ રોડ ઉપર આવી રહેલ સફારી ગાડીએ માસુમ 8 વર્ષના બાળકને અડફેટે લેતા બાળકનું મોત્યું હતું કડી શહેરના કરણનગર રોડ પર આવેલ મામલતદાર કચેરી થી એક ગાડી છોડ તરફ આવી રહી હતી અને રોડ ઉપર આઠ વર્ષનો બાળક રોડ ક્રોસ કરી રહ્યો હતો જે દરમિયાન ગાડી ચાલે કે બાળકને અડફેટે લેતા બાળક રોડ ઉપર પસડાયો હતો જ્યાં અકસ્માત થતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને બાળકને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો
કડી શહેરના થોળ રોડ પર આવેલ દશામાના મંદિર પાસે રહેતા દિલીપભાઈ પટણી જેઓ શાકભાજીનો વેપાર કરીને પોતાનું તેમ જ પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે તેમનો ભત્રીજો કપિલ ઉંમર વર્ષ 8 કે જે રોડ ઉપર રમી રહ્યો હતો અને રોડ ક્રોસ કરવાની જતાની સાથે જ મામલતદાર કચેરી તરફથી આવી રહેલ સફારી ગાડી નંબર GJ 2 DM 8407 ચાલકે ધડાકા ભેર બાળકને અડફેટે લેતા બાળક રોડ ઉપર પસડાયો હતો જ્યાં અકસ્માત થતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને અકસ્માત કરનાર ગાડી ચાલક બાળકને કડીની ભાગ્યદય હોસ્પિટલમાં લઈ ગયો હતો અને બાળકના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી જ્યાં ડોક્ટરી સારવાર દરમિયાન તેનું હોસ્પિટલમાં મોત નીચું હતું બાળકના કાકાએ ગાડી ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી