કડી અર્બન હેલ્થ સેન્ટરની 12 ટીમો ઘરે ઘરે જઈ સર્વે કરી શંકાસ્પદને વિટામીન એ ની દવા શરૂ કરાઈ.
કડી કસ્બા વિસ્તારમા ઉધરસના ડ્રોપલેટથી ઓરીનો રોગ ફેલાઈ રહ્યો છે.હાલમા 10 ઉપરાંત શંકાસ્પદ કેસ ધ્યાને આવતા આરોગ્ય તંત્ર દોડતુ થયુ છે.આરોગ્ય વિભાગની 12 ટીમો સર્વે કામગીરી હાથ ધરી અસરગ્રસ્ત બાળકોની સારવાર ચાલુ કરી છે.
અમદાવાદ બાદ કડી શહેરના કસ્બા વિસ્તારમા ઓરી અછબડાના શંકાસ્પદ કેસ દેખાતા વાલીઓ ચિંતીત બન્યા છે અને આરોગ્ય વિભાગ દોડતુ થયુ છે.કડી અર્બન હેલ્થ સેન્ટરના કર્મીઓની 12 ટીમો બનાવી કસ્બા વિસ્તારમા ઘરે ઘરે જઈ સર્વે હાથ ધર્યો છે.શંકાસ્પદ જણાતા બાળકોને વિટામીન એ ની દવા શરૂ કરાઈ છે.જે અંગે કડી તાલુકા હેલ્થ ઓફિસર
ડૉ.ધર્મેન્દ્ર પટેલે છેલ્લા બે ત્રણ દિવસથી કસ્બા વિસ્તારમા 10 ઉપરાંત ઓરીના શંકાસ્પદ કેસ મળી આવતા તમામના સેમ્પલ લઈ રીપોર્ટ માટે મોકલી આપેલ છે.બીજી તરફ અર્બન હેલ્થ સેન્ટરની 12 ટીમો બનાવી ઘરે ઘરે જઈ સર્વે કરી અસરગ્રસ્ત લાગતા બાળકોને વિટીમીન એ આપવામા આવે છે. વધુ અસર કરતા બાળકોની અલગ યાદી બનાવી તેમનુ ટેસ્ટીંગ કરવા સહિતની કામગીરી હાથ ધરી હોવાનુ જણાવ્યુ હતુ.વધુમા તેમણે આ વિસ્તારના લોકોમા નાની વયે ઓરી અછબડાની રસી અપાવવા માટેની જાગૃતતા નહિવત જોવા મળે છે.