23.9 C
Kadi
Sunday, May 28, 2023

કુંડાળમા અંબાજી માતાજી મંદિરના ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ.


આજે ભવ્ય નગરયાત્રા અને રાતે ચાચર ચોકમા ભવ્ય રાસગરબા યોજાયા.

કડીના કુંડાળ સ્થિત અંબાજી માતાજી મંદિરનો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનુ સમસ્ત કુંડાળ ગામ પરિવાર દ્વારા આયોજન કરવામા આવ્યુ છે. મહોત્સવનો સોમવારથી પ્રારંભ થયો હતો.
સોમવારે પ્રથમ દિવસે દિપ પ્રાગટ્ય બાદ યજ્ઞનો પ્રારંભ કરાયો હતો.મંગળવારે સવારે ભવ્ય નગરયાત્રા અને રાતે અંબાજી માતાજી ચાચર ચોકમા ભવ્ય રાસગરબા યોજાયા હતા.ત્રીજા દિવસે 12.39 ના શુભ મુહૂર્તમા મુર્તિ પ્રતિષ્ઠા બાદ સાંજે યજ્ઞની પૂર્ણાહુતિ કરાશે.પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતીનભાઈ પટેલ,ધારાસભ્ય કરશનભાઈ સોલંકી સહિત અગ્રણીઓ અને રાજ રાજેશ્ર્વરી પીઠમના પૂજ્ય ઉર્વશી બા તેમજ દશામા મંદિરના પૂજ્ય હિરાબા આર્શીવચન આપવા મહોત્સવમા ઉપસ્થિત રહેશે.પ્રતિષ્ઠા મહોત્સવના મુખ્ય પાટલાના યજમાન પદે પટેલ જડીબેન માણેકલાલ પરિવાર સહિત ગામના પરિવારોએ યથાયોગ્ય સહયોગ આપેલ છે.ગામની બહેન દિકરીઓને પટેલ કંકુબેન રણછોડદાસ(વિનોદભાઈ ,મહેન્દ્રભાઈ) પરિવાર ભેટના યજમાન બન્યા છે.મહોત્સવના પ્રથમ દિવસના ભોજનના દાતા પટેલ ગીતાબેન રમેશભાઈ ચતુરદાસ તથા પટેલ ઈન્દીરાબેન નારણભાઈ માણેકલાલ તેમજ બીજા દિવસના ભોજન દાતા પટેલ ખોડીદાસ કેશવલાલ તથા પટેલ જ્યોત્સનાબેન રમેશભાઈ ઈશ્ર્વરભાઈ તેમજ ત્રીજા દિવસના ભોજનના દાતા પટેલ કંકુબેન રણછોડદાસ (વિનોદભાઈ,મહેન્દ્રભાઈ) તથા પટેલ જડીબેન માણેકલાલ મનોરદાસ પરિવાર યજમાન બન્યા છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

4,400FansLike
1,331FollowersFollow
1,600SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

error: Content is protected !!