23.9 C
Kadi
Sunday, May 28, 2023

કડીના ઊંટવા ગામના યુવકની અમેરિકાના સ્ટોરમાં બે ગોળી મારીને હત્યા કરી નાખવામાં આવી ઘટના સીસીટીવીમાં કેદ


કડી તાલુકાના ઊંટવા ગામના યુવકની અમેરિકામાં બંદુકની બે ગોળીઓ મારીને હત્યા કરી નાખવામાં આવી હતી કડીના ઊંટવા ગામનો યુવક પોતાના પરિવાર સાથે છેલ્લા ઘણા વર્ષોથી અમેરિકામાં વસવાટ કરી રહ્યો છે જે યુવાન પોતાના સ્ટોરમાં હાજર હતો અને બે ઈસમો બંદૂક લઈને આવી પહોંચ્યા હતા અને યુવાનને બે ગોરીઓ ધળબી દેતા યુવાનનું સ્ટોરમાં જ મોતનીપ્યું હતું સમાચાર મળવાની સાથે જ ગામની અંદર શોભનો માહોલ ઉભો થયો હતો અને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો હતો

કડી તાલુકાના ઊંટવા ગામનો વિશાલ પ્રવીણભાઈ પટેલ ઉંમર વર્ષ 36 જે પોતે પત્ની સાથે આજથી દસ વર્ષ પહેલા અમેરિકા ખાતે ગયો હતો અને વિશાલ તેમ તેના પત્ની અને માતા-પિતા છેલ્લા ઘણા સમયથી અમેરિકાની અંદર જ વસવાટ કરી રહ્યા છે જ્યાં અમેરિકાના નેસવીલના ટેનિસિમાં પોતાનો સ્ટોર ધરાવે છે અને સોમવારના દિવસે વિશાલ સાંજના સમયે પોતાના સ્ટોર ઉપર હાજર હતો જ્યાં અજાણા બે ઈસમો સ્ટોરની અંદર આવી પહોંચ્યા હતા અને વિશાલ ને બે બંદૂકની ગોળીઓ મારીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો જ્યાં વિશાલ ને એક ગોળી છાતીના ભાગે તેમ જ એક ગોળી માથાના ભાગે વાગતા તે નીચે ઢળી પડ્યો હતો અને સ્ટોનની અંદર જ તેનું મોત પીપજતા સમગ્ર વિસ્તારમાં ચર્ચા નથી જવા પામ્યો હતો

કડી તાલુકાના ઊંટવા ગામનો વિશાલ પટેલ કે જે પોતાના પરિવાર સાથે છેલ્લા ઘણા વર્ષોથી અમેરિકામાં વસવાસ કરી રહ્યો છે જ્યાં વિશાલની સ્ટોનની અંદર બંદૂકની ગોળી મારીને હત્યા કરી નાખવામાં આવતા સમગ્ર ગામ શોકમય બની ગયું હતું કડીના ઉંટવા ગામનો વિશાલ પટેલ છેલ્લા દસ વર્ષ પહેલા અમેરિકામાં ગયો હતો અને તેના કુટુંબી કાકા સુરેશભાઈ પટેલ સાથે વાતચીત કરતા તેમને જણાવ્યું હતું કે સોમવારે આશરે સાંજના પાંચ થી છ વાગ્યાના આસારામાં બે ઇસમો વિશાલના સ્ટોર ઉપર આવી પહોંચ્યા હતા અને કંઈક બોલ્યા વગર વિશાલ ને બંદૂકની બે ગોળીઓ મારી હતી અને અમને ગામની અંદર મંગળવારે સવારે અમારા સંબંધી અમેરિકામાં વસવાટ કરે છે તેમને જણાવ્યું હતું અને વિશાલ એકલો સ્ટોનની અંદર હતો અને બે ઈસમો આવી પહોંચ્યા હતા અને ગોળીઓ મારી હતી અને અમેરિકાની સરકાર થોડાક કડક પગલાં ભરે અને ગુજરાતીઓ ઉપર વારંવાર બનાવ બની રહ્યા છે અને અમેરિકામાં વસવાસ કરતા આપણા ગુજરાતીઓને સાવધાનીથી રહેવા જણાવ્યું હતું

છેલ્લા ઘણા સમયથી અમેરિકામાં રહેતા ગુજરાતીઓ ઉપર વારંવાર અટેક તેમજ સ્ટોર ની અંદર લૂંટ જેવા બનાવો બનતા જોવા મળી રહ્યા છે ત્યારે કડી તાલુકાના ઊંટવા ગામના વિશાલ પટેલની હત્યા કરી નાખવામાં આવતા ગામની અંદર ચર્ચાનો વિષય બન્યો હતો તેમ જ સમગ્ર ગામે બની ગયું હતું


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

4,400FansLike
1,331FollowersFollow
1,600SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

error: Content is protected !!