કડી છત્રાલ હાઇવે ઉપર આવેલ શેરા ચોકડી નજીક થાંભલો ગણતરી ના દિવસો થી પડવાની સ્થિતિ માં છેલ્લા કેટલા દિવસથી જોવા મળી રહ્યો છે ત્યારે રોડ ઉપરથી અવર-જવર કરતા સાધનો ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્ટ્રીટ લાઈનો થાંભલો નમી જવાથી લોકોમાં અકસ્માતનો ભય સતાવી રહ્યો છે ત્યારે પાલિકા દ્વારા આ નમી ગયેલ થાંભલાને નજર અંદાજ કરાતો હોય તેવું જોવા મળી રહ્યું છે
કડી નગરપાલિકા દ્વારા કરોડોના ખર્ચે કડી થી તો શેરા ચોકડી સુધી ડિવાઈડર ની અંદર સ્ટ્રીટ લાઈટોના થાંભલા લગાવવામાં આવ્યા છે પણ કરોડોના ખર્ચે બનાવવામાં આવેલ ડિવાઈડર ની અંદર લગાવેલા થાંભલા ની કોઈ સાચવણી કે રખ રખાવ ના અભાવે છેલ્લા કેટલાક દિવસથી શેરા ચોકડી પાસે ઈલેક્ટ્રીક થાંભલો આ જ પડું કે કાલ પડુ પરિસ્થિતિમાં અડધો રોડ ઉપર નમી ગયેલો જોવા મળી રહ્યો છે જેથી રોડ ઉપર થી પસાર થતા હજારો વાહન ચાલકો ઉપર અકસ્માત નો ભય તોળાઈ રહ્યો છે પરંતુ નગરપાલિકા ના સત્તાધીશો કુંભકર્ણ ની ઘોર નિંદ્રામાં પોઢી રહ્યા છે.નગરપાલિકાની અણઆવડત કે સાચવણી ન હોવાના કારણે આવી પરિસ્થિતિ કડી શહેરના કડી થી છત્રાલ રોડ ઉપર શેરા ચોકડી નજીક જોવા મળી રહી છે
કડી થી છત્રાલ રોડ એટલે કડી અમદાવાદ ને જોડતો મેઇન હાઇવે રોડ ગણાય છે કડી જતા રોડ ઉપરથી લાખો મુસાફરો કામદારો ખૂબ જ મોટી સંખ્યામાં વાહનો અવરજવર કરી રહ્યા હોય છે શેરા ચોકડી એટલે કે આસપાસ પણ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર કંપનીઓ જેવા વિસ્તાર આવેલ છે ત્યારે કામદારોનો ધસારો પણ ખૂબ જ મોટી સંખ્યામાં જોવા મળી રહ્યો છે ત્યારે પડવાની સ્થિતિ માં રહેલ વીજ પોલ જો કોઈની ઉપર પડી અને કોઈકનો ભોગ લેવાય તો આનો જવાબદાર કોણ તેવા અનેક સવાલો શહેરમાં ચર્ચા જોર પકડ્યું છે કહેવાય છે કે ચૂંટણીઓ નજીક આવતા તમામ રાજકીય પક્ષો પોતાના મત વિસ્તારની અંદર મતદારોને અનેક વાયદાઓ કરી મતદારોને રીઝવાનો પ્રયાસ કરી રહ્યા છે તો શું કડી ના તમામ પક્ષના આગેવાનો અને નેતાઓ શું કરે છે છત્રાલ હાઈવે રોડ બાજુ ફરક્યા પણ નથી કે શું અને જો ફરકે છે તો તે લોકોને આ આ જ પડો પરિસ્થિતિ વાળો ઈલેક્ટ્રીક થાંભલો કેમ નથી દેખાતો તેવા અનેક સવાલો લોકોની અંદર ઊભા થઈ રહ્યા છે અને લોકોની માંગણી છે કે આજ પડું કાલ પડુ થાંભલાને તાત્કાલિક પણે હટાવી તેવી લોકમાં મૂકવામાં આવી છે