કડી પંથકની અંદર અવારનવાર સગી વય ની યુવતીઓ ગુમ થવાની ફરિયાદ માં વધારો જોવા મળી રહ્યો છે સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના પરિવારની યુવતી કડી ખાતે નોકરી કરવા માટે આવી હતી અને થોડાક દિવસો બાદ ગુમ થઈ જતા કડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવા પામી હતી
સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના પરિવાર દરિયામાં માછલીઓ પકડવાનો વ્યવસાય કરીને પોતાનું તેમ જ પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે તેમની 17 વર્ષની દીકરી કડીમાં નોકરી કરવા આવી હતી અને અચાનક જ ગુમ થઈ ગઈ પરિવારની 17 વર્ષની દીકરીની બહેનપણી દ્વારા કોન્ટ્રાક્ટર કોડીનાર વિસ્તારના મયુરભાઈ ના મારફતે કોડીનારમાં આવેલ અંબુજા ફેક્ટરીમાં કામ શીખવા માટે અન્ય યુવતીઓ સાથે જતી હતી બાદમાં મયુરભાઈ દ્વારા પરિવારની 17 વર્ષની અન્ય ચારથી પાંચ યુવતીઓને લઈને સાણંદમાં આવેલ કંપનીમાં કંપનીમાં નોકરી કરવા સારું લઈને આવ્યા હતા જ્યાં સુધી એ પોતાની માતાને ફોન કરીને જણાવ્યું હતું કે અમે લોકો કડી પહોંચી ગયા છીએ અને નાની કડી વિસ્તારમાં આવેલ એક સોસાયટીમાં અમે પાંચે છોકરીઓ રહીએ છીએ
જ્યાં કોડીનારના પરિવારની સગીર વયની કોડીનાર થી કડી ખાતે નોકરી કરવા માટે આવી પહોંચી હતી અને સાથે અન્ય ચારથી પાંચ છોકરીઓ પણ આવી હતી અને નાની કડી વિસ્તારમાં આવેલ એક સોસાયટીમાં રહેતી હતી જ્યાં મયુર ભાઈએ રહેવાની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી અને સગીર વયની દીકરીએ ત્યાંની માતાને બીજા દિવસે ફોન કરીને જણાવ્યું હતું કે મમ્મી અહીંયા ફાવતું નથી તો તેની માતાએ કહ્યું કે વાંધો નહીં આપણા સગા ને તને લેવા માટે કડી ખાતે મોકલી આપું છું જ્યાં તેમની સગીર વયની દીકરીએ કહ્યું હતું કે ના હું જાતે જ ઘરે આવી જઈશ જ્યાં યુવતી ની બીજા દિવસે કોડીનાર બસ સ્ટેન્ડ ખાતે રાહ જોઈને ઉભા હતા પરંતુ આખો દિવસ દરમિયાન તેમની દીકરી તેઓ ચિંતિત બન્યા હતા અને તેમની સગીર વયની ફોન કરતા તેનો ફોન સ્વીચ ઓફ આવતો હતો જ્યાં સુધી માતા પિતા સહિત કુટુંબીજનો ફોન સ્વીચ ઓફ આવતા તેઓ કડી આવી પહોંચ્યા હતા અને શોધખોળ હાથ ધરી હતી જે જગ્યા ઉપર તેમની દીકરી રહેતી હતી ત્યાં પણ તપાસ કરતા અન્ય યુવતીએ જણાવેલું કે ગઈ રાત્રે 9:00 વાગે ઘરે જવું છું તેમ કહીને નીકળી છે જ્યાં તેમની દીકરીની શોધખોળ પરિવાર દ્વારા હાથ ધરવામાં આવી હતી પરંતુ દીકરીનો આતો પતો ન લાગતા તેમના પરિવારજનો કડી પોલીસ સ્ટેશન એ આવી પહોંચ્યા હતા અને ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી