23.9 C
Kadi
Sunday, May 28, 2023

રાજ્યમાં સવારે આ વિસ્તારના ઈવીએમ ખોટવાયા, લોકોએ અંધારામાં ઈવીએમ રખાયાની પણ કરી ફરીયાદો


રાજ્યમાં પ્રથમ તબક્કાનું મતદાન આજથી શરુ થઈ રહ્યું છે. જેમાં ઈવીએમ ખોટકાયા હોવાની પણ ફરીયાદો મળી રહી છે. કેટલીક જગ્યાએ ઈવીએમ ખોટવાયાની ફરીયાદો મળી રહી છે તો કેટલીક જગ્યાએ અંધારામાં ઈવીએમ રખાયા હોવાની પણ ફરીયાદો મળી રહી છે. ઈવીએમ ખોટકાતા મતદાન માટે આવેલા મતદારોએ પણ ઉભા રહેવાનો વારો આવ્યો હતો. જેથી મતદાનના દિવસે તેમને હાલાકી પડી હતી. જો કે, કેટલીક જગ્યાએ ઈવીએમ બદલવામાં આવી રહ્યા છે તો ક્યાંક ઈવીએમ મશીન બદલાઈ ગયા છે.

વાપીમાં ખામી 
વાપીના બૂથ નંબર 193 પર ગુજરાતમાં પ્રથમ ઈવીએમ ખોટકાયા હોવાની ફરિયાદ મળી હતી. મુકપોલ દરમિયાન ઈવીએમમાં ​​ખામી હોવાની જાણ થતાં જ જિલ્લા ચૂંટણી અધિકારીની ટીમને ઘટનાની જાણ કરવામાં આવી હતી અને ઈવીએમ બદલવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.

વાસદા તાલુકાના ઉનાઈમાં EVMમાં ખામી
ઉનાઈ ગામના બંને મતદાન મથકના ઈવીએમમાં ​​ખામી હોવાનું જણાવાયું હતું. ઈવીએમમાં ​​ખામી સર્જાતા મતદારોને અડધા કલાક સુધી લાઈનમાં ઉભા રહેવું પડ્યું હતું.

EVM મશીનો અંધારામાં હોવાની ફરિયાદ
આ ઉપરાંત મોરબીમાં ઓફિસરને જિલ્લા ચૂંટણીપંચને ફરીયાદ કરવામાં આવી હતી. ઈવીએમ મશીન અંધારામાં હોવાથી ઉમેદવારોના નામ કે ચિન્હ જોઈ શકાતા ન હોવાની ફરિયાદ કરી હતી. ઘોર અંધકારમાં મતદાર નામ અને ચિહ્ન જોઈ શકતા ન હોવાની ફરિયાદ નોંધાઈ હતી


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

4,400FansLike
1,331FollowersFollow
1,600SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

error: Content is protected !!