ગુજરાત વિધાનસભા માટે બે તબક્કાના પ્રથમ તબક્કાનું મતદાન આજે સવારે 8 વાગ્યાથી શરુ થઈ ગયું છે. આજે 5 વાગ્યા સુધી મતદાન ચાલશે ત્યારે પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. 2 કરોડ 39 લાખથી વધુ મતદારો આજે મતદાન કરી રહ્યા છે. રાજ્યના 19 જિલ્લાઓમાં ચાલી રહેલી મતદાનની પ્રક્રીયામાં દરેક જિલ્લામાં 20 ટકાથી વધુ મતદાન થઈ ચૂક્યું છે. અલગ અલગ જિલ્લા પ્રમાણે મતદાનની આ છે વિગતો.
આ બેઠકો પર થયું આટલું મતદાન
વ્યારા 25.61 ટકા
ધાંગધ્રા – 22.57 ટકા
માંગરોળ – 20.7 ટકા
નવસારી – 20.43 ટકા
અબડાસા – 24.47 ટકા
ડાંગ – 24.99 ટકા
માણાવદર – 20 ટકા
નવસારી 20.43 ટકા
નિઝર 27.15 ટકા
અબડાસા 24.47 ટકા
કપરાડા 26.42 ટકા
જેતપુર – 21.34 ટકા
2012 અને 2017માં થયું હતું આટલું મતદાન
મતદાનની પ્રક્રીયા અત્યારે શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહી છે ત્યારે હજુ 5 કલાક સુધી મતદાનની પ્રક્રીયા ચાલશે. સવારે 8 વાગ્યાથી લઈને સાંજે 5 વાગ્યા સુધી નાગરીકો મતદાન કરી શકે છે. જેથી આ મતદાન આગામી સમયમાં વધવાની પણ શક્યતા છે. 70 ટકાથી વધુ મતદાન થાય તેવી શક્યતાઓ પણ છે કેમ કે, 2012માં અને 2017માં 67થી 70 ટકા આસપાસ મતદાન થયું હતું.