ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના પ્રચારના અંતિમ કલાકો આડે છે. અમદાવાદમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મેગા રોડ શો યોજાઈ રહ્યો છે. પરંતુ એ પહેલા આમ આદમી પાર્ટીનો રોડ શો યોજવામાં આવી રહ્યો છે. જેમાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ, પંજાબના સીએમ ભગવંત માન અને પૂર્વ ક્રિકેટર અને સાંસદ હરભજન સિંહ સામેલ થશે.
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન પણ આજે બપોરે રોડ શો કરશે. આ રોડ શો બાપુનગર વિધાનસભાના સરસપુર વિસ્તારમાં આવેલા આંબેડકર હોલથી શરૂ થશે. જે લગભગ એક કિલોમીટરનો રહેશે. આ રોડ શોમાં અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન સાથે પૂર્વ ક્રિકેટર અને સાંસદ હરભજન સિંહ પણ હાજર રહેશે.
ખાસ કરીને પ્રથમ તબક્કાનું મતદાન અત્યારે ચાલી રહ્યું છે. ત્યારે ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન પણ યોજવામાં આવી રહ્યું છે. ત્યારે બીજા તબક્કાની અંદર 93 બેઠકોમાંથી 16 બેઠકો અમદાવાદ સિટીમાં છે ત્યારે અમદાવાદમાં દરેક પાર્ટીઓ દ્વારા મહેનત કરવામાં આવી રહી છે. તેવામાં ભાજપની સાથે સાથે આપ પાર્ટી પણ રોડ શોમાં જોડાશે. જો કે, આપ પાર્ટીએ માર્ચ -અપ્રિલ મહિનામાં અમદાવાદમાં પ્રથમ રોડ શો કરીને ગુજરાતમાં ચૂંટણીનું રણશિંગુ ફૂંક્યું હતું.