23.9 C
Kadi
Sunday, May 28, 2023

પહેલા લોકોને તાજમહેલની ખબર હતી હવે પંચમહાલ વિશે પણ ખબર પડે છે – નરેન્દ્ર મોદી


પંચમહાલ કાલોલ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું વિજય સંકલ્પ સંમેલન યોજવામાં આવ્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે, પંચમહાલ જિલ્લાનું મથક ગોધરામાં છે પરંતુ આર્થિક ક્ષેત્રે ગતિવિધીઓ કાલોલમાં છે. હાલોલ અને કાલોલ શક્તિશાળી સેન્ટરો છે. પંચમહાલ જિલ્લામાં 30 હજાર કરોડના ઈન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન થાય છે. આ વર્ષે લગભગ 9 હજાર કરોડ રુપિયાનો માલ પંચમહાલ જિલ્લામા બનલો દુનિયાના દેશોમાં ગયો પહેલા લોકોને તાજમહેલની ખબર હતી હવે પંચમહાલ વિશે પણ ખબર પડે છે. હજારો લોકોને રોજગાર મળ્યા છે.

વધુમાં કહ્યું કે, વર્ષોથી તમારી વચ્ચે રહ્યો છું ધરતીના તાકાત શું છે એ મને ખબર પડી જાય અને મારી તાકાત શું છે એ તમને ખબર પડી જાય. હાલોલ કાલોલનો મોટો રોડ બનશે. વડોદરા, હાલોલ, કાલોલ, ગોધરા, દાહોદ આ પાંચ શહેર હાઈટેક એન્જિ.

મેન્યુફેક્ટરીંગનો કોરીડોર બનશે. મોટી સંખ્યામાં લઘુ ઉદ્યોગોનું મોટું માળખું ઉભું થયું છે. રેલ્વે એન્જિનના કારખાનું તેજ ગતિથી આગળ વધી રહ્યું છે. સાવલીમાં રેલ્વેની બોગી બનાવવામાં આવી રહી છે.
વડોદરામાં હવાઈ જહાજ બનવાના છે. આ પટ્ટા પર સાયકલ, મોટરસાઈકલ, વિમાન આ બધુ એક જ પટ્ટામાં નબશે. આ પાંચેય આંગળીઓ ઘીમાં છે તો એક આંગળીએ કમળનું બટન દબાવવું જોઈએ કે નહીં. ગુજરાત આઈટી ક્ષેત્રમાં પણ તેજ ગતિથી આગળ વધી રહ્યું છે. 1.5 લાખ કરોડોનું મૂડી રોકાણ  સેમિકન્ડક્ટર માટે આવી રહ્યું છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

4,400FansLike
1,331FollowersFollow
1,600SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

error: Content is protected !!