વિધાનસભાની ચૂંટણી લઈને દરેક પક્ષો એડી ચોટેલું જોર લગાવી રહ્યા છે જ્યારે આજે પ્રચાર પ્રસારનો છેલ્લો દિવસ છે ત્યારે કડી ભારતીય જનતા પાર્ટી દ્વારા કડી ટાઉનહોલ ની અંદર સહકારી ક્ષેત્રનું સંમેલન રાખવામાં આવ્યું હતું જેમાં મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન વિનોદભાઈ પટેલ સહિતના સહકારી ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા
કડી ચંપાબેન પટેલ ટાઉનહોલ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા સહકારી ક્ષેત્રનું સંમેલન રાખવામાં આવ્યું હતું જેમાં મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન વિનોદભાઈ પટેલે જણાવ્યું હતું કે 51 કરોડનો નફો કરીને 12% ડિવિડન્ડ આપવામાં આવ્યું છે અને નીતિનભાઈ ન હોત તો બેંક અસ્તિત્વમાં ન હોત અને બેંકને સધર કરવાનું જો કોઈએ કામ કર્યું હોય તો પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે કર્યું છે પહેલાના વહીવટદાર વખતોમાં બેંક નુકસાનમાં આવી હતી બેંકનું CR ખરાબ હતો તે વખતે સરકારમાંથી માત્ર 12 કલાકમાં નીતિનભાઈએ 15 કરોડ રૂપિયા શેર ભંડોળમાં નાખવ્યા હતા બેંકનું ક્લિયરિંગ બંધ થવાનું હતું એવી સ્થિતિ હતી અને અટકી ગઈ છે અને આ બેંકને પુનઃ મહેસાણા જિલ્લાના ખેડૂતો માટે ચાલુ રે એવા પ્રયત્નો કરીને ચાલુ રહી છે
કડી ખાતે યોજાયેલ કડી તાલુકાના સહકારી ક્ષેત્રના આગેવાનના સંમેલનમાં વિનોદભાઈ પટેલે વધુમાં જણાવ્યું હતું કે બીજા વર્ષે 59 કરોડનો નફો કરીને 15% ડિવિડન આપવામાં આવ્યું છે અને આ બધું ક્યારેય શક્ય રહે કે સારા અને પ્રમાણિત વહીવટદારો હોય તો જ શક્ય બની શકે છે આ સહકારી ક્ષેત્રના સંમેલનમાં મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન વિનોદભાઈ પટેલ, કડીના ભાજપના ઉમેદવાર કરશનભાઈ સોલંકી, કડી એપીએમસીના ચેરમેન રાજુભાઈ પટેલ, સહકારી અગ્રગણ્ય રાયમલભાઈ દેસાઈ, કોર્પોરેટર હિમાંશુભાઈ ખમાર નિલેશ નાયક ધીરુભાઈ પટેલ તેમજ કડી તાલુકાના સહકારી અગ્રણીઓ તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા