શ્રી ગુર્જર પ્રજાપતિ યુવક મંડળ બાર ગોળ કડીના પ્રમુખ ઉપપ્રમુખ મંત્રી તેમજ સહમંત્રીની વર્ણી કરવામાં આવી હતી 2010 ની સાલ ની અંદર ગુર્જર પ્રજાપતિ યુવક મંડળ બાર ગોળ ની કડીની અંદર સ્થાપના કરવામાં આવી હતી તેમજ મંડળ દ્વારા સમાજને લઈને અનેક અવનવા કાર્યક્રમો તેમજ સમૂહ લગ્ન જેવા કાર્યક્રમો પણ રાખવામાં આવતા હતા શ્રી ગુર્જર પ્રજાપતિ યુવક મંડળ બાર ગોળના પ્રમુખ તેમજ મંત્રીની દર ત્રણ વર્ષે વરણી કરવામાં આવે છે ત્યારે નવા વર્ષે મંડળ ના પ્રમુખ મંત્રી ઉપપ્રમુખ તેમજ સહમંત્રી અને કારોબારીની રચના કરવામાં આવી હતી
શ્રી ગુર્જર પ્રજાપતિ યુવક મંડળ બાર ગોળ કડી ના પ્રમુખ તરીકે બળદેવભાઈ પૂનમચંદભાઈ પ્રજાપતિ, ઉપપ્રમુખ દર્શનભાઈ મુકેશભાઈ પ્રજાપતિ, મંત્રી દીપકભાઈ મણીભાઈ પ્રજાપતિ,સહમંત્રી પ્રહલાદભાઈ કનુભાઈ પ્રજાપતિની સર્વ સંમતિથી વરણી કરવામાં આવી છે પ્રજાપતિ યુવક મંડળ કડીની મીટીંગ મળી હતી જેમાં સમાજના આગેવાનો યુવકો ઉપસ્થિત રહ્યા હતા જેમાં મંડળના પ્રમુખ અને મંત્રીની સર્વ સંમતિથી વરણી કરવામાં આવી હતી મંડળ દ્વારા 2023 ની સાલમાં ચોપડા વિતરણ તેમજ સમૂહલગ્ન, વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ જેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે સમાજના કડી શહેરની અંદર 250 થી પણ વધારે ઘરો આવેલા છે જેમાં મંડળના પ્રમુખ અને મંત્રીની વર્ણી કરાતા સમાજના આગેવાનોએ શુભકામનાઓ પાઠવી હતી