23.9 C
Kadi
Sunday, May 28, 2023

કડી ભાગ્યોદય હોસ્પિટલ દ્વારા અંગદાન મહાદાન ની જાગૃતિ અભિયાન યોજાયું,


એક મીણબત્તી થી પાંચ દીવા પ્રગટાવી શકાય છે એમ તમારી એક જિંદગી માંથી પાંચ લોકોની જિંદગી બચાવી શકો છો, દિલીપભાઈ દેશમુખ.

અંગદાન માટે જાગૃતિ લાવવા અને અંગદાન મહાદાન જન અભિયાન બનાવવા કરુણતાની ભાવના સાથે નો એક કાર્યક્રમ કડી ભાગ્યોદય હોસ્પિટલ તેમજ અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કડી ખાતે યોજાઈ ગયો હતો જેમાં સવારે ભાગ્યોદય હોસ્પિટલ થી ભવ્ય રેલી યોજવામાં આવી હતી અંગદાન જાગૃતિ લાવવા માટે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ રેલી વિવિધ માર્ગો ઉપર ભરીને ટાઉનહોલ ખાતે સમાપન કરવામાં આવ્યું હતું તેમજ વિવિધ આગેવાનોની ઉપસ્થિતિમાં ચંપાબેન ટાઉનહોલ ખાતે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું

 

કડી ભાગ્યોદય હોસ્પિટલ તેમજ અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અંગદાન મહાદાન ના જન જાગૃતિ અભિયાન ને અનુસરીને રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ રેલીનું પ્રસ્તાવ કરી ભાગ્યોદય હોસ્પિટલ ખાતેથી કરવામાં આવ્યું હતું જેમાં કડીના ધારાસભ્ય કરસનભાઈ સોલંકી તેમજ ભાગ્યોદય હોસ્પિટલના ટ્રસ્ટી શેઠ દિલીપભાઈ પટેલ, અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટના દિલીપભાઈ દેશમુખના હસ્તે રેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું રેલી કરી શહેરના વિવિધ માર્ગો ઉપર ફરીને કડી ચંપાબેન પટેલ ટાઉનહોલ ખાતે તેનું સમાપન કરવામાં આવ્યું હતું જ્યાં સમાપન બાદ ટાઉનહોલ ખાતે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં ભાગ્યોદય હોસ્પિટલના ટ્રસ્ટી દિલીપભાઈ પટેલે જણાવ્યું હતું કે આપણા દેશની અંદર અંગદાન ન મળવાના કારણે રોજ 17 માણસો મૃત્યુ પામે છે આપણી સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે 4000 કિડનીના દર્દીઓ હાલ વેટિંગમાં ઊભા છે અને આપણી ભાગ્યોદય હોસ્પિટલમાં અંગદાન પહેલા અંગ લેવું પડે તેના માટે રજીસ્ટર કરવું પડે તે હવે રજીસ્ટર આપણી હોસ્પિટલમાં ભાગ્યોદયમાં થશે અને વધુમાં તેમને જણાવ્યું હતું કે જો આના માટે રાશિની જરૂર પડે તો આપણે એના માટે પણ આગળ કંઈક વિચારીશું

 

કડીમાં અંગદાન મહાદાન ના જણ જાગૃતિ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાઈ ગયો હતો અને ચંપાબાપા પટેલ ટાઉનહોલ ખાતે અભિયાન અંતર્ગત સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કેડી હોસ્પિટલ અમદાવાદના સી.ઓ ડો. પાર્થ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા અને તેમને જણાવ્યું હતું કે આપણા દેશની અંદર કિડની લીવર જેવા અંગોની 5 લાખથી વધુ દર્દીઓ રાહ જોઈ રહ્યા છે તેમને વધુમાં જણાવ્યું હતું કે દિલીપભાઈ દેશમુખ અંગદાન મહાદાન વિશે જંન જાગૃતિ અભિયાન નું કામ સમગ્ર દેશ તેમજ ગુજરાતની અંદર ચલાવી રહ્યા છે તો તેમનો આભાર વ્યક્ત કર્યો હતો સાથે સાથે અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટના અને હાલ સમગ્ર ગુજરાતની અંદર અંગદાન મહાદાન અભિયાન ચલાવનાર દિલીપભાઈ દેશમુખે જણાવ્યું હતું કે ભગવાનને હું પ્રાર્થના કરું છું કે કોઈને અંગદાનની ન પડે અને તેવી જિંદગી જીવો અત્યારે ગુજરાત રાજ્યમાં 17 વર્ષથી નાની ઉંમરના 65 બાળકો જે ઓર્ગન ની પ્રતીક્ષામાં બેઠા છે તેમને આજથી ત્રણ દિવસ પહેલા કેશોદ નો પ્રસંગ યાદ કરીને જણાવ્યું હતું કે કેશોદના એક આહીર પરિવારમા એક વ્યક્તિ બ્રાન્ડેડ થઈ ગયું રાજકોટમાં તેનું બ્રાન્ડેડ થઈ ગયું હતું અને ડોક્ટર પૂછે તે પહેલા જ અંગદાનની હા પાડી દીધી હતી પરિવારે અને તેનું હોર્ગન્સ એક્સપોર્ટ થયું અને સીરીયાના પેશન્ટ છે લમ્સ મળ્યા કોઈને હાર્ડ મળ્યું કોઈને કિડની મળી એક વ્યક્તિને લીવર મળ્યું જેમાંથી કુલ સાત લોકોની જિંદગી બચી ગઈ હતી

 

કડી ભાગ્યોદય હોસ્પિટલ તેમજ અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અંગદાન મહાદાન જન જાગૃતિ અભિયાન અંતર્ગત મહારેલી તેમજ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમા દિલીપભાઈ દેશમુખ, ભાગ્યોદય હોસ્પિટલના ટ્રસ્ટી શેઠ દિલીપભાઈ પટેલ, મહેસાણા ડિસ્ટ્રીક બેંકના ચેરમેન વિનોદભાઈ પટેલ, કડીના ધારાસભ્ય કરસનભાઈ સોલંકી, ભાજપ શહેર પ્રમુખ જશુભાઈ પટેલ, ભાગ્યોદય હોસ્પિટલ નું સ્ટાફ તેમજ મેડિકલના વિદ્યાર્થીઓ શેહેરના ડોક્ટર ગ્રુપ ઉપસ્થિત રહ્યો હતો તેમ જ સભાનું સંચાલન ડો વિષ્ણુ પ્રજાપતિએ કર્યું હતું .

કાર્યક્રમને સફળ બનાવવા માટે ભાગ્યોદય હોસ્પિટલના હસમુખભાઈ પટેલ અને ડો. ક્રિમા પટેલ અને ભાગ્યોદય હોસ્પિટલના સ્ટાફે અથાક પ્રયત્ન કર્યો હતો


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

4,400FansLike
1,331FollowersFollow
1,600SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

error: Content is protected !!