23.9 C
Kadi
Sunday, May 28, 2023

કડી પોલીસ સ્ટેશનમાં નશામાં ચૂર પોલીસ કર્મીએ સામાન્ય નાગરીક ને લાફો ઝીંકી મફત માં સિગારેટ મગાવતા જિલ્લા પોલીસ વડા ને રજૂઆત કરી


– સબંધી ને ઠંડી ના કારણે ધાબળો આપવા ગયેલા યુવક સાથે નશામાં ચકચૂર પોલીસ કર્મીએ બીભત્સ વર્તન કર્યું

– સમગ્ર ઘટના પોલીસ સ્ટેશનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ હોવાનો ભોગ બનનાર નો દાવો

– પરિવારજનોએ જિલ્લા પોલીસ પોલીસ વડા ને કડક કાર્યવાહી કરવા અપીલ કરી

કડી પોલીસ સ્ટેશનમાં કોઈક ગુના માં અટક કરેલ સબંધી ને ઠંડી ના કારણે ગરમ ધાબળો આપવા ગયેલા યુવક સાથે પોલીસ નો ખરાબ અનુભવ થયો હોવાનું જાણવા મળી રહ્યું છે.રાત્રિના સમયે નશામાં ધૂત પોલીસ કર્મીએ યુવક ને બીભત્સ ગાળો બોલી લાફો મારી મફત માં સિગારેટ મંગાવી હતી જેથી ગભરાઈ ગયેલા યુવકે બજારમાંથી કડકડતી ઠંડી માં સિગારેટ લાવી પોલીસ કર્મીને આપી હતી.યુવકે પરિવારજનોને સમગ્ર બનાવ ની વાત કરતા પરિવારે હિમ્મત આપતા ભોગ બનનાર યુવકે જિલ્લા પોલીસ વડા ને અરજી કરી બેહુદુ વર્તન કરનાર પોલીસ કર્મી ઉપર પગલાં ભરવા રજૂઆત કરતા સમગ્ર મામલામાં ગરમાવો વ્યાપી ગયો છે.

મહેસાણા જીલ્લાનું કડી પોલીસ સ્ટેશન કોઈ ને કોઈ કારણસર ચર્ચામાં રહે છે.પોલીસ સ્ટેશનના વહીવટદાર થી લઈને ગેરકાયદેસર ના ધંધા માટે પરમિશન આપનાર પોલીસ કર્મીઓ ચર્ચામાં રહેતા હોય છે પરંતુ આ વખતે રક્ષક જ ભક્ષક બની ગયા હોય તેવો ઘાટ ઘડાયો છે.સામાન્ય નાગરિકો ના રક્ષણ ની જવાબદારી છે તેજ તેમનું શોષણ કરે તો સામાન્ય નાગરીક કોને ફરીયાદ કરે તે યક્ષ પ્રશ્ન લોકોને સતાવી રહ્યો છે.ગુરુવાર ની મોડી રાત્રે આકાશ જી ઠાકોર તેમના સબંધી ને કડી પોલીસે કોઈ ગુનામાં અટક કરેલા હોવાથી ઠંડી ના લીધે તેઓ ધાબળો આપવા પોલીસ સ્ટેશનમાં ગયા હતા જ્યાં તેઓ ધાબળો આપી ને પરત ફરી રહ્યા હતા ત્યારે ત્યાં હાજર નશામાં ધૂત પોલીસ કર્મીએ તેમને નજીક બોલાવી બીભત્સ ગાળો બોલી ગાલ ઉપર લાફો ઝીંકી દીધો હતો અને તેના માટે બજાર માં કડકડતી ઠંડીમાં. સિગારેટ લઈ આવવા કહ્યું હતું જેથી ગભરાઈ ગયેલા આકાશજી ઠાકોર કડકડતી ઠંડી માં બાઈક ઉપર રાત્રિના 11 થી 12 વાગ્યા ના અરસામાં બજારમાંથી સિગારેટ લાવી તેમને આપી હતી જેના પૈસા પણ પોલીસ કર્મીએ આપ્યા નહોતા.

   સમગ્ર બનાવ થી આઘાતમાં સરી પડેલા યુવકે ઘેર આવી સમગ્ર ઘટના વિશે જણાવતાં પરિવારજનોએ પોલીસ કર્મી વિરૂદ્ધ જિલ્લા પોલીસ વડા ને રજૂઆત કરવા જણાવતા તેઓએ જિલ્લા પોલીસ વડાને સમગ્ર ઘટના વિશે લેખિત રજૂઆત કરી સમગ્ર ઘટના કડી પોલીસ સ્ટેશનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ હોવાથી તેને ન્યાય અપાવવા અપીલ કરી છે.

    જિલ્લા પોલીસ વડા સામન્ય નગારિકો માં પોલીસ ની આવી ખરાબ છબી બેસાડનાર નશાખોર પોલીસ કર્મી વિરૂદ્ધ કેવા પગલાં ભરે છે તે નજીક ના સમય માં જોવા મળી શકેછે.તેઓ પોતાના કર્મચારી ને છાવરે છે કે કાયદો બધા માટે સરખો છે તેનો દાખલો બેસાડે છે તે નજીક ના સમય માં જોવા મળશે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

4,400FansLike
1,331FollowersFollow
1,600SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

error: Content is protected !!