ડાંગરવા ઘુમાસણ રોડ ઉપર એગ્રીકલ્ચર યુરિયા માંથી ટેકનિકલ યુરિયા બનાવતી ગેરકાયદેસર ફેકટરી એલસીબીએ ઝડપી પાડી
— ખાનગી બાતમી ને આધારે રેડ કરી ચાર ઈસમો ને સ્થળ ઉપર થી ઝડપી પાડયા , અન્ય એક ઇસમ ફરાર
— ખેડૂતો ના વપરાશ માટે વપરાતાં યુરિયા નો ગેરકાયદેસર જથ્થો લાવી કેમિકલ મિક્ષ કરી ગેરકાયદેસર ચલાવતા હતા ફેકટરી
— એગ્રિકલચર યુરિયા સહિત અન્ય કેમિકલ નો મોટો જથ્થો ઝડપાયો
કડી તાલુકાના ડાંગરવા ઘુમાસન રોડ ઉપર ખેડૂતો ના વપરાશ વાળું નીમ કોટેડ યુરિયા માં સોડિયમ સાઇનાઇડ સહિતના રસાયન મિક્ષ કરી ડુપ્લીકેટ ટેકનિકલ ગ્રેડ યુરિયા બનાવવાની ફેક્ટરી ગેરકાયદેસર ધમધમતી હોવાની ખાનગી બાતમી ને આધારે એલસીબી ની ટીમે સ્થાનિક નંદાસણ પોલીસ ને ઊંઘતી રાખી રેડ કરી ચાર આરોપી ને મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે.હજુ મુખ્ય આરોપી ફરાર હોવાથી નંદાસણ પોલીસ મથકમાં ગુનો દાખલ કરી આગળ તપાસ હાથ ધરી છે.
મહેસાણા જિલ્લામાં છેલ્લા કેટલાક સમય થી ખેડૂતો ને સબસિડી યુક્ત યુરિયા ખાતર નો જથ્થો પૂરતા પ્રમાણ માં મળતો નહિ હોવાની બૂમરાણ ઉઠવા પામી હતી. વેપારીઓ ખેડૂતો ને આપવાનો જથ્થો કાળાબજાર માં ઊંચા ભાવે વેચી મારતા હોવાની ફરીયાદ પણ ઉઠવા પામી હતી.યુરિયા નું કાળાબજાર કરતા લોકો ફેકટરી ઓ માં સબસિડી યુક્ત નીમ કોટેડ યુરિયા આપી મોટો નફો રળી રહ્યાછે.કડી ના રાજપુર, ઘૂમાસન અને નંદાસણ સહિત ની ફેકટરી ઓ માં સબસિડી યુક્ત નીમ કોટેડ યુરિયા નો મોટો જથ્થો રોજ ઠલવાતો હોવા છતાં કૃષિ વિભાગ અને સ્થાનિક પોલીસ અજાણ હોવાનો દેખાવ કરી તેમને છાવરી રહી છે ત્યારે મહેસાણા એલસીબીએ ડુપ્લીકેટ ટેકનિકલ ગ્રેડ યુરિયા ખાતર બનાવતી ગેરકાયદેસર કંપની ને ઝડપી પાડી મોટી સફળતા પ્રાપ્ત કરી છે.
મહેસાણા એલસીબી નો સ્ટાફ પેટ્રોલિંગ માં હતો ત્યારે તેમણે ખાનગી માહિતી ને આધારે રેડ કરી ડાંગરવા ઘુમાસન રોડ ઉપર આવેલ ફેકટરી માં સબસિડી યુક્ત નીમ કોટેડ યુરિયા ખાતર માં સોડિયમ સાઇનાઇટ નું મિશ્રણ કરી ડુપ્લીકેટ ટેકનિકલ ગ્રેડ યુરિયા ખાતર બનાવતી ગેરકાયદેસર ફેકટરી ને ઝડપી પાડી હતી.તેમની પાસે ટેકનિકલ ગ્રેડ યુરિયા બનાવવા માટે નું લાયસન્સ માગતા હાજર ઈસમો તે આપી શક્ય નહોતા.
મહેસાણા એલસીબીએ ફેકટરી માં રેડ કરી ફેકટરી માં હાજર ટ્રક જી.જે.18 એ.ઝેડ.2777 માં રાખેલ 25 મેટ્રિક ટન બેગ 556 કી.રૂ.1,19,180 સાથે ટ્રક ચાલક સોબરામ ખાન દોસ મહમદ સિંધી ઉ.38 રહે.આંકલતા સેડવા,જી.બાડમેર રાજસ્થાન તથા ક્લીનર લુકમાન ભાઈ લોગખાન સિંધી ઉ.60 રહે. આંકલતાં,તા. સેદવા જી.બાડમેર ને ઝડપી લીધા હતા અને ફેકટરી નું સમગ્ર કામકાજ સંભાળતા સંત કુમાર ઉર્ફે સંતોષ ઇન્દ્રપાલ વર્મા રહે.કરહિયા તા. લામા,જી.બાંદ્રા, ઉ.પ્ર. તથા રામ મિલન ઈન્દ્રપાલ વર્મા ને ઝડપી પાડી ફેકટરી માં તપાસ કરતા SUL RM 3 સોડિયમ સાઈનાઈટ પાવડર બેગ નંગ 270 કી.રૂ.54,000 તથા સાદો સોડા પાવડર માર્કા વિના ની બેગ 100 કી.રૂ.10,000 તથા લાઈટ સોડા એશ બેગ 370 કી.રૂ.74,000 તથા ટેકનિકલ ગ્રેડ યુરિયા બેગ 262 કી.રૂ.26,200 તથા સોડિયમ સાઇનાઇટ પાવડર ભરેલ પ્લાસ્ટિક ની બેગ 130 કી.26,000 ,રિલાયન્સ પોલીથીન લખેલ થેલીઓ ના બંડલ 22 કી.1000 તથા અન્ય સમાન તથા સિલાઈ મશીન અને વજન કાંટા મળી લાખો નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.પૂછતાછ માં સમગ્ર ફેકટરી નો માલિક પટેલ હર્ષદ કુમાર ઉર્ફે વિનુભાઈ બળદેવભાઈ રહે અમદાવાદ વાળો હોવાનું તેમજ હાજર ઈસમો તેના કહેવા મુજબ ફેકટરી ચલાવતા હોવાની વિગતો સામે આવી છે તેમજ ઝડપાયેલ નીમ કોટેડ ખાતર નો જથ્થો ધાનેરા માર્કેટ યાર્ડ નો હોવાનું તેમજ ટ્રક ચાલકને અન્ય ઈસમોએ તેને અહી લાવવા માટે જણાવ્યું હોવાનું તથ્ય બહાર આવ્યું હતું.
નંદાસણ પોલીસ માં હાલ ગુનો નોંધી ફરાર આરોપીને ઝડપી પાડવા પોલીસે કમર કસી છે.
*10 રૂ.કિલોના યુરિયાખાતરને પ્રોસેસ થી 50 રૂ.કિલો બનાવની ફેકટરી*
ખેડૂતો ને સરકાર ની સબસિડી થી ખેતી માટે નીમ કોટેડ યુરિયા 45 કિલો ની બેગ માત્ર 267 રૂ. મળે છે પરંતુ કાળા બજાર કરતા વેપારીઓ તે યુરિયા ખાતર ફેકટરી માં 10 રૂ.કિલો એટલે 450 રૂ. બેગ ના ભાવે ગેરકાયદેસર વેચી મારે છે. હવે જોઈએ ટેકનિકલ ગ્રેડ યુરિયા ખાતર નો કિલો નો ભાવ અંદાજે 40 થી 50 રૂ. છે જેની બેગ 50 કિલો ની આવે છે એટલે બેગ ની કી.રૂ.2000 થી 2500 થાય છે. હવે ડુપ્લીકેટ ટેકનિકલ ગ્રેડ યુરિયા ખાતર બનાવતી ઝડપાયેલી ફેકટરી માં સબસિડી યુક્ત નીમ કોટેડ યુરિયા માં સોડા એશ મિશ્રણ કરી તેને ટેકનિકલ ગ્રેડ યુરિયા ખાતર બનાવવામાં આવતું હતું.10 રૂ.ના ભાવમાં લાવેલ સબસિડી યુક્ત નીમ કોટેડ યુરિયા ખાતરની એક જ પ્રેસેસ માં સીધા 40 જે 50 રૂ ના ભાવનું યુરિયા બનાવતા લોકો અત્યાર સુધી કેટલો નફો કમાયા હશે તેનો અંદાજ લગાવવો મુશ્કેલ છે.
*કેમ ઉપયોગ માં લેવાય છે સબસિડી યુક્ત નીમ કોટેડ યુરિયા ખાતર ???*
મહેસાણા જિલ્લામાં સન માઇકા ,પાર્ટિકલ બોર્ડ સહિત ની અન્ય ચીજો બનાવતી ફેક્ટ્રીઓ મોટા પ્રમાણ માં આવેલ છે.આમાં સન માઇકા અને પાર્ટિકલ બોર્ડ માટે ગમ (ગુંદર) તરીકે ઉપયોગ માં લેવા માટે એક ખાસ પ્રકારના નું યુરિયા ફોર્મલડિહાઈડ રેસિંગ વપરાય છે.આમ તો ટેકનિકલ ગ્રેડ યુરિયા થી તેની ક્વોલિટી સારી બને છે પરંતુ ટેકનિકલ ગ્રેડ યુરિયા નો ભાવ કિલોએ 40 થી 50 રૂ. જેટલો હોય છે જેથી રેઝીન બનાવનાર ફેક્તરીઓ ને તે મોઘું પડે છે જેના પ્રમાણ માં ખેડૂતો માત્ર વપરાતું નીમ કોટેડ યુરિયા સબસિડી યુક્ત હોવાથી તે વેપારીઓ કાળાબજાર માં પણ કિલો ના 10 રૂ. ના ભાવે આસાનીથી મળી રહે છે જેથી તેનો ઉપયોગ કરવાથી ફેકટ્રીઓ ને ઉંચો નફો મળતો હોય છે જેથી તેઓ નીમ્યુક્ત યુરિયા નો જથ્થો વપરાશ માં લેતા હોય છે.