23.9 C
Kadi
Sunday, May 28, 2023

કડી બકરાવાલી ચાલીમાં ચાલતા જુગાર ધામ ઉપર પોલીસે રેડ કરીને 16 જુગાર રમતા શકુનીઓને ₹ 2,04,800 ના મુદ્દામાલ સાથે ઝડપ્યા.


કડી શહેર તેમજ તાલુકા ની અંદર કડી પોલીસે ગેરકાયદેસર ચાલતા ધંધાઓ ઉપર લાલાં આખ કરી છે ત્યારે કડી શહેરના ગાંધી ચોક પાસે આવેલ બકરાવાલી ચાલીમાં ચાલતા જુગાર ધામ ઉપર કડી પોલીસે રેડ કરીને 16 ઇસમોને રંગે હાથ જુગાર રમતા ઝડપી પાડ્યા હતા અને રૂપિયા 2,4,800 નો મુદ્દા માલ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી કરી હતી

કડી પોલીસ સ્ટેશનનો સ્ટાફ ખાનગી વાહન તેમજ સરકારી વાહનમાં અલગ અલગ જગ્યાએ જુગારગત અને પ્રોહીબિશન લગત કામગીરીમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો જે દરમિયાન પોલીસ સ્ટાફના માણસો વડવાળા હનુમાનજીના મંદિર પાસે પહોંચતા ખાનગી રહે બાદની મળી હતી કે કડી બકરા વાલી ચાલીમાં જોગણી માતાજીના મંદિર ની બાજુમાં નસીબ રાઉમા રહે કડી બહારથી માણસો બોલાવીને ઘેર કાયદેસર રીતે જે હકીકતના આધારે પોલીસ સ્ટાફના માણસોએ અલગ અલગ ટીમો બનાવીને કોર્નર કરીને રેડ કરતા જુગાર રમતા 16 ઈસમો રંગે હાથ ઝડપાઈ ચૂક્યા હતા

કડી પોલીસે ગાંધી ચોક પાસે આવેલ બકરા વાલી ચાલીમાં રેડ કરતા જુગારીઓમાં નાશભાગ મચી જવા પામી હતી જ્યાં પોલીસે 16 જુગારીઓને રંગે હાથ ઝડપી પાડ્યા હતા અને પોલીસે સ્થળ ઉપરથી રૂપિયા બે લાખ 4 હાજર 800 નો મુદ્દા માલ તેમજ રોકડ રકમ જપ્ત કરી હતી કડી પોલીસે જુગાર રમતા નસીબ દિનમોહમ્મદ રાઉમા રહે કડી, સિકંદર રમઝાનભાઈ રાઉમા રહે બકરાવાલા ચાલી કડી, શૈલેષ રમણજી ઠાકોર રહે આદુન્દ્રા કડી, કુણાલ ગીરીશભાઈ પરમાર રહે કડી જયંતીભાઈ મણીલાલ પ્રજાપતિ રહે કડી, ઉમંગ વિનોદભાઈ રાવળ રહે કડી, અસરફ મનસુરી રહે કડી અમિત લક્ષ્મણભાઈ રાઠોડ રહે કડી મહેબુબ ખાન બલોચ રહે કડી, ઇન્દ્રજીતસિંહ વાઘેલા કડી, હાર્દિક મહેતા રહે પીરોજપુર કડી,કિરણજી ઠાકોર છાલેસરા કડી, નીરજ પટેલ રહે કડી યુનુસભાઇ રાઉમા રહે કડી,યુનુસભાઇ મલેક રહે આદુન્દ્રા કડી ની ધરપકડ કરીને ગુનો દાખલ કરીને કાર્યવાહી કરી હતી


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

4,400FansLike
1,331FollowersFollow
1,600SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

error: Content is protected !!