કડી હાઇવે ઉપર મહિલા ઉપર પતિ દ્વારા જ એસિડ વડે હુમલો કરાતા મહિલાને ઇજાઓ પહોંચી હતી ભાગ્યોદય હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા
કડી શહેરના છત્રાલ હાઇવે ઉપર આવેલ વાત્સલ્ય વાટીકા સોસાયટીમાં રહેતા મહિલા કે જેઓને પતિ સાથે પણ બનાવ બનતો હોય કડી કોર્ટની અંદર કેસ ચાલતો હતો જે બાબતે આજે કોર્ટની મુદત હોય તેમના પતિ પણ કોર્ટની અંદર આવ્યા હતા જે બાદ મુદત પતાવીને પતિ પત્ની અને પરિવાર સાથે પોત પોતાના ઘરે જઈ રહ્યા હતા જે દરમિયાન રિલાયન્સ પેટ્રોલ પંપની બાજુમાં આવેલ વાત્સલ્ય વાટીકા સોસાયટી પાસે પોતાના ભાઈ સાથે એકટીવા ઉપર જઈ રહી હતી જે દરમિયાન પતિએ એસિડ નાખીને હુમલો કર્યો હતો અને પતિ પોતાની ગાડી લઈને ફરાર થઈ ગયો હતો જ્યાં મહિલાની કડીની ભાગ્યદય હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી અને ઘટના સ્થળે પોલીસ દોડી આવી હતી અને આગળની કાર્યવાહી કરી હતી
કડી છત્રાલ હાઇવે ઉપર આવેલ રિલાયન્સ પેટ્રોલ પંપ ની બાજુમાં વાત્સલ્ય વાટીકા ની અંદર રહેતા સરસ્વતીબેન ગુર્જર ના લગ્ન આજથી 10 વર્ષ પૂર્વે બરોડા ખાતે થયા હતા અને અઢી વર્ષ પૂર્વે પોતાના પતિ મુકેશભાઈ સાથે અણ બનાવ બનતા તેઓ પોતાના પિયર કડી ખાતે રહેતા હતા અને અઢી વર્ષ પૂર્વે કડી કોર્ટની અંદર કેસ દાખલ કરવામાં આવ્યો હતો જે બાબતે આજે મુદત હોવાથી પતિ અને પત્ની બંને જણા કોર્ટની અંદર આવ્યા હતા અને મુદત પતાવ્યા બાદ પોત પોતાના ઘરે જઈ રહ્યા હતા જે દરમિયાન વાત્સલ્ય વાટિકા રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે પોતાના ભાઈ નિર્મલ સાથે પહોંચતા પાછળથી આવી રહેલ પતિ મુકેશભાઈએ એસિડ વડે હુમલો કર્યો હતો જ્યાં મહિલા અને તેનો ભાઈ રોડ ઉપર પસરાયા હતા એકટીવા લઈને જ્યાં ઘટના બનતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને મહિલાને કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી સારવાર માટે જ્યાં ઘટનાની જાણ કરી પોલીસને થતા ઘટના કરી પોલીસ શહીદ નો કાફલો દોડી આવ્યો હતો અને કાર્યવાહી કરી હતી