23.9 C
Kadi
Sunday, May 28, 2023

કોઈપણ વ્યાજખોર હોય તમે ખાલી ફરિયાદ કરો પોલીસ એકસન લેશે,


કોઈપણ વ્યાજખોર હોય તમે ખાલી ફરિયાદ કરો પોલીસ એકસન લેશે,

કડી અને કલોલને ક્રાઇમ મુક્ત કરવાનું અભિયાન શરૂ કરવાના છીએ કાયદો દરેક માટે સમાન છે કે પછી પોલીસ હોય કે કોઈ રાજકીય માણસ હોય:આઈજી

સમગ્ર રાજ્યમાં તેમજ જિલ્લા અને તાલુકા ની અંદર વ્યાજખોરોને ગામમાં પોલીસ અને સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે ત્યારે ગુરુવારે ગાંધીનગર રેન્જના આઈજી અભય ચુડાસમા તેમજ મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષક અચલ ત્યાગીની અધ્યક્ષ સ્થાને સર્વ વિદ્યાલય કેમ્પસ ખાતે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું વ્યાજખરી કરતા અને લોકોને હેરાન કરતા લોકોથી ડર્યા વિના કડીની જનતા પોલીસને જાણ કરે સાથે સાથે આ લોક દરબાર ની અંદર મોટી સંખ્યામાં લોકો તેમજ સરપંચો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

કડી સર્વ વિદ્યાલય કેમ્પસ ખાતે લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્યત્વે ગુજરાત સરકાર દ્વારા આગામી સમયમાં એક ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી છે જેમાં લોકો વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યા કે જેવા અનેક બનાવો બની રહ્યા છે જેને રોકવા માટે આ મુખ્ય લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગાંધીનગર રેન્જના આજે અભય ચુડાસમા ઉપસ્થિત રહ્યા હતા અને તેમને જણાવ્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા એક મહિના માટે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી છે વ્યાજખોરો ત્રાસથી ઘણા કુટુંબો બરમાદ થઈ ગયા છે આ વાતને જળમુડ નાબૂદ કરવાનું છે જો બેંકની લોન સરળતાથી મળતી હોય તો લોકોને વ્યાજખોરો પાસે જવું પડે નહીં અને આ એક જાગૃતિનો પણ પ્રયાસ છે કોઈપણ વ્યાજખોર હોય અને કોઈ પણ મોટો માણસ હોય તમે ખાલી ફરિયાદ કરો પોલીસ પગલા લેશે તેમને વધુમાં જણાવ્યું હતું કે લોકોને કોઈપણ ફરિયાદ હોય તો સીધો મારો સંપર્ક કરી શકે છે પોલીસ છે તે કાયદાકીય કામ કરશે પણ જ્યાં સુધી તમે રજૂઆત નહીં કરો ત્યાં સુધી અમને ખબર પડતી નથી પછી કેનાલમાં અમૃતદેહ મળે છે એક વખત માણસ ગુમાવ્યા પછી ફરિયાદ કરવાનો ખરેખર અર્થ હોતો નથી કોઈપણ પગલું ભરતા પહેલા એક વખત જો પોલીસની મદદ લેશે તો સો ટકા પોલીસ સંપૂર્ણ તમારી મદદ કરશે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે અમે કોઈ પણ બાનછોડ કરવાના મૂળમાં નથી

કડી સર્વ વિદ્યાલય કેમ્પસ ખાતે યોજાયેલ લોક દરબારમાં મુખ્ય વાત એ હતી કે સમગ્ર રાજ્યની અંદર વ્યાજખોરોના ત્રાસથી લોકો હેરાન પરેશાન થઈ ગયા છે જે હેતુથી આજે લોક ગરબા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગાંધીનગર રેન્જના આઈજી ઉપસ્થિત રહ્યા હતા અને તેમને વધુમાં જણાવ્યું હતું કે કડી અને કલોલને ક્રાઈમમુક્ત કરવાનું અભિયાન શરૂ કરવાના છીએ અમારા સ્ટાફના માણસો પણ નાના મોટા વ્યાજે પૈસા ફેરવતા હોય તેવા દાખલા બન્યા છે અને કેટલાક લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે કાયદો દરેક નાગરિક માટે સમાન હોય છે કે પછી તે પોલીસ હોય કે પછી કોઈ રાજકીય માણસ હોય બધા માટે કાયદો સરખો જ હોય છે તમે ફરિયાદ કરવાનું શીખો કોઈનાથી ડરવાની કે ફાટી પડવાની જરૂર નથી કોલેજની દીકરીઓ પણ બેઠી છે તો કોઈપણ જગ્યાએ એકલા નીકળો તમને કોઈપણ જગ્યાએ કોઈ પરેશાન કરતું હોય તો ખાલી પોલીસને ફરિયાદ કરી દો અને જાણ કરી દો તો તમને ચોક્કસ ફાયદો થશે

કડી સર્વ વિદ્યાલય કેમ્પસમાં આજે પોલીસ દ્વારા ખાસ લોકદરબાર નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે મહેસાણા જિલ્લાના પોલીસ અધિક્ષક અચલ ત્યાગી ઉપસ્થિત રહ્યા હતા અને તેમને જણાવ્યું હતું કે વ્યાજખોરોને ડામવા માટે પોલીસ દ્વારા એક ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી છે વ્યાજખોરોનો મુખ્ય હેતુ એ છે કે જે માણસ વધારે વ્યાજની ઉઘરાણી કરીને તમારી પાસેથી પૈસા ઉઘરાવે આ વ્યાજખોરિની વ્યાખ્યામાં આવે છે જેના પાસે વધારે પૈસા હોય અને બીજાને વ્યાજે પૈસા આપે અને ઉઘરાણી કરે જે કુળ પ્રથાને ડામવા માટે આજનો આ પ્રયાસ છે કોઈપણ માણસ તમારા જોડે વધારે વ્યાજથી ઉઘરાણી કરી શકતા નથી તમે કોઈ જોડે થી પૈસા લીધા હોય અને અને 10 અથવા 20 ટકા કહેતા હોય તો તમારો અધિકાર છે કે તો હું એટલી ટકાવારી આપી શકીશ નહીં તમારો બીજો એક અધિકાર છે કે તમારા ઉપર કોઈ દબાણ કરી શકે નહીં તમે કદાચ કોઈના પાસેથી એક લાખ રૂપિયા લીધા અને કોઈ ઉઘરાણી કરતું હોય અને તમારી પાસે પૈસા ન હોય તો કહેવાનું કે હાલ મારા જોડે પૈસા નથી આને કહેવાનું કે તમે કોર્ટમાં મારી સામે કેસ કરી શકો છો આ અધિકાર છે કે જેને તમને પૈસા આપ્યા છે અને તમે પણ કોઈને પૈસા આપો કે 50000 કે લાખ રૂપિયા અને જો પૈસા ના આપે તો તમે કોર્ટમાં કેસ કરી શકો છો અને કોઈ ઉઘરાણી વાળા તમારા ઘરની અંદર ઘૂસી ગયા અને માણસને ધમકાવે છે તો માણસ ગાયબ થઈ જાય છે કેટલાક માણસો તો જેલમાં જવાથી બીવે છે અને કેટલાક બનાવો તો એવા બન્યા છે કે જીવ ગુમાવી દીધા છે નદીમાં કૂદી પડ્યા અથવા તો ગળે ફાંસો ખાઈ લીધો આ બધા જ દૂષણ રોકવા માટે તો મારો અધિકાર છે મારા ઉપર કોઈ દબાણ કરી શકતું નથી તમે કોઈપણ સમયે પોલીસ નો કોન્ટેક્ટ કરી શકો છો જો તમારા ઘરે કોઈ પણ દબાણ કરવા માટે આવે કાં તો તમને કોઈ પરેશાન કરે અથવા તો ધમકી આપે તો સીધો જ 100 નંબર ઉપર કોલ કરવાનો કડી પોલીસની ગાડી આવશે અને કાર્યવાહી કરશે અને ડરીને આપઘાતનો પ્રયાસ કરવો તેઓ મગજમાં કોઈને પણ રાખવાની જરૂર નથી ગુજરાત પોલીસ તમારી મદદ કરવા માટે તપતર છે તમારી મદદ કરવા માટે પોલીસ પ્રયાસ હંમેશા માટે કરશે તેવું તેમણે જણાવ્યું હતું

કડી સર્વ વિદ્યાલય કેમ્પસમાં કડી પોલીસ દ્વારા ખાસ વ્યાજખોરોને ડામવા માટે લોકદરબાર નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગાંધીનગર રેન્જના આઈજી અભય ચુડાસમા મહેસાણા પોલીસ અધિક્ષક અચલ ત્યાગી તેમજ મહેસાણા ડિસ્ટ્રીક બેંકના ચેરમેન વિનોદભાઈ પટેલ કરી એપીએમસીના ચેરમેન રાજુભાઈ પટેલ મહેસાણા જિલ્લા ભાજપ સંગઠન મહામંત્રી શૈલેષભાઈ પટેલ કડી તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ અશ્વિનભાઈ પટેલ મહેસાણા જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રહલાદભાઈ પરમાર કડી પીઆઇ, બાવલું પી આઇ, નંદાસણ પીઆઇ,તેમજ પોલીસ સ્ટાફના માણસો તેમ જ આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

4,400FansLike
1,331FollowersFollow
1,600SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

error: Content is protected !!