23.9 C
Kadi
Sunday, May 28, 2023

કડી તાલુકાના એક ગામમાં સોના ચાંદીના દાગીના મુકવા માટે લોકરની જેમ જંતુનાશક દવા મુકવા બેંકની જેમ લોકર બનાવવામાં આવ્યા છે.


કડી તાલુકાના એક ગામમાં સોના ચાંદીના દાગીના મુકવા માટે લોકરની જેમ જંતુનાશક દવા મુકવા બેંકની જેમ લોકર બનાવવામાં આવ્યા છે

તમે બેંકમાં દાગીના મુકવા લોકરો જોયા હશે અને ઉપયોગ પણ કર્યો હશે પરંતુ કોઈ કહે કે જંતુનાશક દવા મુકવા માટે લોકરો બનાવવામાં આવ્યા છે તો તમને માનવામાં આવશે? વિશ્વાસ નથી આવતો ને તો કડી તાલુકાના ડાંગરવા ગામે સોના ચાંદીના દાગીના લોકરમાં મૂકતા હોય તેવી જ રીતે આ ગામની અંદર જંતુનાશક દવા મૂકવા માટે બેંક બનાવવામાં આવી છે અને તે પણ લોખંડના લોકરો બનાવવામાં આવ્યા છે જેનો ઉપયોગ ગામના ખેડૂતો કરી રહ્યા છે

કડી તાલુકાના 7,000 થી વધુ વસ્તી ધરાવતું ડાંગરવા ગામે એક અનોખો પ્રયોગ છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહ્યો છે જેમાં આજકાલ ઝેરી દવા પીને આત્મહત્યા કરવાના કે શું વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યા છે અને ગામમાં કોઈ ઝેરી અને જંતુનાશક દવા ન પીવે તે માટે ગામના અંદર છેલ્લા ત્રણ વર્ષથી ગ્રામ પંચાયત અને એક ખાનગી કંપનીના સહયોગથી જંતુનાશક દવાઓ માટે સામૂહિક સંગ્રહ કેન્દ્ર નામથી લોકરો ચાલી રહ્યા છે

તમે બેંકમાં દાગીના મુકવા લોકરો જોયા હશે અને ઉપયોગ પણ કર્યો હશે પરંતુ કોઈ કહે કે જંતુનાશક દવા મુકવા માટે લોકરો બનાવવામાં આવ્યા છે તો તમને માનવામાં આવશે? વિશ્વાસ નથી આવતો ને તો કડી તાલુકાના ડાંગરવા ગામે સોના ચાંદીના દાગીના લોકરમાં મૂકતા હોય તેવી જ રીતે આ ગામની અંદર જંતુનાશક દવા મૂકવા માટે બેંક બનાવવામાં આવી છે અને તે પણ લોખંડના લોકરો બનાવવામાં આવ્યા છે જેનો ઉપયોગ ગામના ખેડૂતો કરી રહ્યા છે

 કડી તાલુકાના 7,000 થી વધુ વસ્તી ધરાવતું ડાંગરવા ગામે એક અનોખો પ્રયોગ છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહ્યો છે જેમાં આજકાલ ઝેરી દવા પીને આત્મહત્યા કરવાના કે શું વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યા છે અને ગામમાં કોઈ ઝેરી અને જંતુનાશક દવા ન પીવે તે માટે ગામના અંદર છેલ્લા ત્રણ વર્ષથી ગ્રામ પંચાયત અને એક ખાનગી કંપનીના સહયોગથી જંતુનાશક દવાઓ માટે સામૂહિક સંગ્રહ કેન્દ્ર નામથી લોકરો ચાલી રહ્યા છે જંતુનાશક દવા મુકવા માટે નોકરો મૂકવા માટે ગામની અંદર એક દુકાન રાખી લોકર આજથી ત્રણ વર્ષ પૂર્વે શરૂ કરવામાં આવ્યું હતું જેમાં ૧૬૨ લોખંડના નોકરો બનાવવામાં આવ્યા છે જેમાં હાલ 111 જેટલા ગામના ખેડૂતો પોતાનું નામ નોંધાવ્યું છે અને ખેતરની અંદર ઉપયોગ થતી ઝેરી જંતુનાશક દવા લોકર ની અંદર મૂકવામાં આવી છે અને ડાંગરવા ગામના જ વતની ડાભી નવુજી તેનું સંચાલન કરી રહ્યા છે જ્યારે તેમના સાથે વાતચીત કરતા તેમને જણાવ્યું હતું કે ગામના કોઈપણ ખેડૂત આનો ઉપયોગ કરી શકે છે જ્યારે ખેડૂત આવે તો શરૂઆતમાં તેમનું નામ રજીસ્ટર કરવાનું હોય છે જ્યારે દવા મૂકવા આવે ત્યારે તેમની સહી લેવામાં આવે છે અને જ્યારે ખેતરમાં ઉપયોગ કરવાની થાય દવા તો તેઓ લેવા આવે ત્યારે પણ તેમનું નામ રજીસ્ટર કરી અને તેમનું સહી લેવામાં આવે છે

જંતુનાશક દવાનો કોઈ દૂર ઉપયોગ ન કરે તે માટે લોકરો બનાવ્યા, માજી સરપંચ

 કડી તાલુકાના ડાંગરવા ગામે જંતુનાશક દવાઓ મુકવા માટે અનોખો પ્રયોગ કરવામાં આવ્યો છે જ્યાં ગામના જ માજી સરપંચ બાબુભાઈ લીમ્બોચીયા સાથે વાતચીત કરતા તેમને જણાવ્યું હતું કે અમારા ગામની અંદર જે લોકર બનાવવામાં આવ્યા છે તેનાથી ખેડૂતોને ખૂબ જ ફાયદો થાય છે અને જંતુનાશક દવા નો કોઈ દૂર ઉપયોગ ન કરે અને દવા પીને કોઈ આત્મહત્યા કરવાના બનાવ ન બને તે માટે આ પ્રયોગ કરવામાં આવ્યો છે જ્યારે લોકરનું સંચાલન કરતા નવજી ડાબી સાથે વાતચીત કરતા તેમને જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ વર્ષથી અમારા ગામની અંદર ગ્રામ પંચાયત અને એક ખાનગી સંસ્થાના સહયોગથી દવાઓ મુકવા માટે લોકર બનાવવામાં આવ્યું છે અને હું છેલ્લા ત્રણ વર્ષથી તેનું સંચાલન કરી રહ્યો છું અને દવાઓ મુકવા માટે 162 લોકર બનાવવામાં આવ્યા છે અને ગામના ખેડૂતો ખેતરની અંદર દવાનો ઉપયોગ કરીને અને જંતુનાશક દવા કોઈ પી ને આત્મહત્યા ન કરે આ વ્યવસ્થા કરવામાં આવી છે અને તેમને વધુમાં જણાવ્યું હતું કે કોઈને ઘરે સાચવી ન પડે એના લીધે અમે દવાઓ સાચવીએ છીએ જેના કારણે કોઈ પણ બનાવ ન બને ગામમાં

ગામના યુવાને આ પહેલને બિરદાવી

કડી તાલુકાના ડાંગરવા ગામે સોના ચાંદીના દાગીના મુકવા માટે લોકર નથી બનાવ્યું પરંતુ જંતુનાશક દવા મૂકવા માટે ૧૬૨ લોખંડના ખાના વાળા લોકરો બનાવવામાં આવ્યા છે જ્યાં ગામના જ કુલદીપસિંહ ડાભી એ જણાવ્યું હતું કે ગામની અંદર આત્મહત્યાના બનાવો ન બને તે માટે આ લોકર બનાવવામાં આવ્યું છે અને ખેડૂતો પોતાના ખેતરમાં દવા છાંટીને આ લોકરમાં દવાઓ મૂકી જાય છે અને આ કામગીરી તેમને બિરદાવી હતી જ્યાં ગામના એક ખેડૂત દિલીપસિંહ ડાભી સાથે વાતચીત કરતા તેમને જણાવ્યું હતું કે આ લોકર છેલ્લા ત્રણ વર્ષથી ગામની અંદર જ ચાલે છે અને ગામના ખેડૂતો ખેતરની અંદર દવા છાંટીને જે વધેલી દવા હોય તે આ લોકોની અંદર મૂકી જાય છે અને ગામની અંદર વર્ષો પહેલા એકાદ બે લોકોએ દવા પીને આત્મહત્યા કરી હતી પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી આ લોકર બનાવવાના કારણે કોઈએ આત્મહત્યા દવા પીને કરી નથી


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

4,400FansLike
1,331FollowersFollow
1,600SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

error: Content is protected !!