22.9 C
Kadi
Sunday, May 28, 2023

કડીના ઘુઘલા ગામે ટ્રેક્ટરનું સ્ટેરીંગ બે કાબુ થતા ડિવાઈડર ને અથડાવી ટ્રેક્ટર પડ્યું માઇનોર કેનાલમાં, યુવાનનું મોત નીપજ્યું


કડીના ઘુઘલા ગામે ટ્રેક્ટરનું સ્ટેરીંગ બે કાબુ થતા ડિવાઈડર ને અથડાવી ટ્રેક્ટર પડ્યું માઇનોર કેનાલમાં, યુવાનનું મોત નીપજ્યું

કડી તાલુકાના ઘુઘલા થી સેદરડી જતા આવતી માઇનોર કેનાલમાં ટ્રેક્ટર ખાબકતા એક યુવકનું મોતની હતુ અને બાવલુ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી

 કડી તાલુકાના ઘુઘરા ગામે રહેતા વિક્રમજી ઠાકોર કે જેઓ પોતાના ગામની અંદર જ રહે છે અને તેઓને ખેતીવાડીનો વ્યવસાય છે ખેતીવાડીનો વ્યવસાય કરીને પોતાનું તેમ જ પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે જેવો બપોરના સમયે તેમના જ ગામમાં આવેલી રબારી લાલજીભાઈ ના ખેતરમાં ઘઉં વાવેલ હોય તેમાં પાણી પીવડાવવા માટે તેઓ અને તેમનો ભાણો પણ તેમના સાથે ખેતરમાં આવ્યો હતો

કડી તાલુકાના ઘુઘલા ગામે રહેતા વિક્રમજી ઠાકોર નો ભાણો દિલીપજી ઠાકોર કે જેઓનું મૂળ વતન મૂલસણા તાલુકો કડી કે જેઓ પોતાના મામાના ઘરે ઘુઘલા ખાતે રહેતા હતા દિલીપ જી ઠાકોર પોતાના મામા વિક્રમજી ઠાકોર સાથે ખેતરમાં ગયા હતા જે દરમિયાન ખેતરને અડીને જતી નર્મદા માઇનોર કેનાલ કે જે સેદરડી તરફ જઈ રહી હતી જ્યાં ટ્રેક્ટર નંબર GJ 2 AC 0867 પડ્યું હતું અને જેમાં ચાવી લગાવેલી હતી જ્યાં દિલીપજી ઠાકોર ટ્રેક્ટર ની સીટ ઉપર બેસીને ચાવી આપીને ટ્રેક્ટર સેદરડી તરફ જતી નર્મદા કેનાલ ઉપર જવા દીધું હતું જ્યાં તેઓનું સ્ટેરીંગ કાબુ ગુમાવી મારતા માઇનોર કેનાલ ઉપર લગાવેલ ડિવાઈડરને અથડાઈને નર્મદા કેનાલમાં ખાપટ્યું હતું જ્યાં ઘટના બનતા તેમના મામા સહિત આજુબાજુના લોકો ત્યાં આગળ દોડી આવ્યા હતા અને ટ્રેક્ટરના નીચે દટાઈ ગયેલ દિલીપજી ઠાકોરને બહાર કાઢવામાં આવ્યો હતો જ્યાં કડીની ભાગ્યદય હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો પરંતુ જ્યાં તેનું કરુણ મોત થયું હતું જ્યાં ઘટનાની જાણું પોલીસને થતા બાવલુ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને કાર્યવાહી કરી હતી


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

4,400FansLike
1,331FollowersFollow
1,600SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

error: Content is protected !!