સમગ્ર રાજ્યની અંદર ઉત્તરાયણના તહેવારની ધામધૂમ પૂર્વક ઉજવણી થઈ રહી છે ત્યારે કડી શહેર તેમજ તાલુકાની અંદર 16 મનુષ્યો અને 32 પક્ષીઓ પતંગની દોરીથી ઘાયલ થયા હતા જ્યારે 16 લોકોને કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યાં મૂંગા પક્ષીઓને સારવાર માટે કડીના પશુ દવાખાના ખાતે સારવાર આપવામાં આવી હતા
કડી શહેરની અંદર ઉતરાયણ તહેવારની ધામધૂમ પૂર્વક ઉજવણી થઈ રહી છે ત્યારે પતંગની દોરી વાગવાથી લોકોને ઈજાઓ પહોંચી હતી કડી તાલુકાના પિરોજપુર ગામ ખાતે રહેતા કિરણજી ઠાકોર કે જેઓ પોતાના ઘરેથી બાઈક લઈને રોડ ઉપર આવી રહ્યા હતા જે દરમિયાન અચાનક જ પતંગની દોરી ગળાના ભાગે આવી જતા તેઓને ઇજાઓ પહોંચી હતી અને કડીના ભાગ્યોદય હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ભાગ્યોદય હોસ્પિટલમાં તેઓને ડોક્ટરો દ્વારા ગળામાં 26 ટાંકા લીધા હતા અને તેઓને ગંભીર હાલત હોવાથી તેઓને અમદાવાદ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જા કૌશલ્ય બંગ્લોઝમાં રહેતા કૈલાશબેન પટેલ પોતાના જમાઈ સાથે બાઈક ઉપર જઈ રહ્યા હતા અને પગમાં પતંગની દોરી વાગતા 35 તેઓને ટાંકા આવ્યા હતા
કડી શહેરની અંદર આવેલ પશુ દવાખાના ખાતે ઉતરાયણના તહેવાર નિમિત્તે કરુણા અભિયાન અંતર્ગત કેમ યોજવામાં આવ્યો હતો ત્યાં આગળ 32 આબોલ પક્ષીઓને દોરી વાગવાથી સારવાર માટે લાવવામાં આવ્યા હતા કબૂતર 23,સામલી 3,પેન્ટોસ 2,કાકણ સાર 3,નાખટો 1 નામના અબોલ છેલ્લા ત્રણ દિવસમાં પતંગની દોરી વાગવાથી ઘવાયા હતા અને કેટલાક પક્ષીઓને વધુ સારવાર માટે અમદાવાદ ખાતે ખસેડવામાં આવ્યા હતા
કડી શહેરની અંદર ઉતરાયણના તહેવાર નિમિત્તે છેલ્લા બે દિવસમાં 16 લોકોને પતંગની દોરી વાગવાથી ઇજાઓ પહોંચી હતી અને 32 પક્ષીઓને દોરી લાગવાથી ઇજાઓ પહોંચી હતી સતત ઉતરાયણના તહેવારમાં પતંગની દોરી વાગવાથી બાઇકસ વાળો તેમ જ રાહદારિયો ઘવાવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો હતો શહેરમાં દોરી વાગવાથી 16 લોકોને ઈજાઓ પહોંચી હતી જેમને કડીની ભાગ્યે હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યાં એક નાની કડીના યુવક પતંગ પકડવા જતા ધાબા ઉપરથી નીચે પટકાયો હતો અને તેની પણ સારવાર ભાગ્યોદય હોસ્પિટલમાં કરવામાં આવી હતી
કડી શહેરની અંદર આવેલ પશુ દવાખાના ખાતે કરુણા અભિયાન અંતર્ગત સારવાર કેમ યોજવામાં આવ્યો હતો જ્યાં પશુ ડોક્ટરોની ટાઈમ તેમજ વાઈડ લાઇફના અધિકારીઓ ખણે પગે રહ્યા હતા તેમ જ સેવાભાવી સંસ્થાના સેવકો પણ ખડે પગે રહીને સેવાઓ આપી હતી જ્યાં ઉતારના પવિત્ર તહેવારે ડોક્ટરો તેમજ જવાબ આવી સંસ્થાના કાર્યકર્તાઓ પશુ દવાખાને સેવા આપી રહ્યા હતા.