કડી તાલુકાના બુડાસણ ગામે ફઈના ધાબા ઉપર પતંગ ચગાવતા યુવાનને બહારથી આવેલા બે ઈસમો એ છરી વડે હુમલો કરાતા 6 ટકા આવ્યા.
કડી તાલુકાના બુડાસણ ગામે બહારગામ થી આવેલા બે ઈસમોએ પતંગ ચગાવતા યુવાને છડી વડે હુમલો કરાતા યુવાને છ ટાંકા આવ્યા હતા જેઓને કડીની ભાગ્યદય હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા પોલીસે બે ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી
કડી તાલુકાના બુડાસણ ગામ ખાતે આવેલ શક્તિ કૃપા સોસાયટીમાં રહેતા યોગેશ કે જેઓ નોકરી કરે છે અને પરિવાર સાથે સોસાયટીમાં જ રહે છે જ્યાં આજે ઉતરાયણનો તહેવાર હોવાથી શક્તિ કૃપા સોસાયટીમાં તેમના ઘરની સામે જ રહેતા તેમના ફઈના ઘરે પતંગ ચગાવવા માટે ધાબા ઉપર ગયા હતા જ્યાં તેમના ફઈના દીકરા અને તેઓ પતંગ ચગાવીને બપોરે જમવા માટે નીચે આવ્યા હતા જ્યાં જમીને બંને ભાઈઓ ધાબા ઉપર ફરીથી પતંગ ચગાવવા માટે ગયા હતા જ્યાં સંજય અને સુરજ ધાબા ઉપર જ હાજર હતા અને બિભસ્થ ભાષા હોવાથી યોગ્ય છે કહ્યું કે તમે લોકો નીચે જતા રહો
કડીના બુડાસણ ગામ ખાતે રહેતા યોગેશ પોતાના ભાઈના ઘરના ધાબા ઉપર પતંગ ચગાવતા હતા તેઓ અને તેમના ભાઈ જે દરમિયાન બે ઈસમો આવી પહોંચ્યા હતા અને બિભસ્થ ભાષાનો ઉપયોગ કરતા યોગેશે નીચે જવાનું કહેતા બંને જણા ઉસકેરાઈ જઈને ગાળા ગાડી કરવા લાગ્યા હતા જ્યાં યોગેશભાઈ ગાળા ગાળી કરવાની ના પાડતા આવેલા બંને ઈસમોએ યોગેશ ઉપર હુમલો કરી નાખ્યો હતો જ્યાં તેઓના હાથના ભાગે ઇજાઓ પહોંચી હતી જ્યાં ઝઘડો થતાં આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને પ્રાઇવેટ વાહનની અંદર કળી ની ભાગ્યોદય હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યાં યોગેશ ને હાથની કુણીના ભાગે છ ટાંકા આવતા તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ દોડી આવી હતી અને બે ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરીને કાર્યવાહી કરી હતી