ડોક્ટર તેમજ નર્સ સ્ટાફ આપણે ભગવાનનું સ્વરૂપ માનીએ છીએ ત્યારે કડી શહેરમાં આવેલ ભાગ્યોદય હોસ્પિટલમાં દર્દીઓએ હોબાળો મચાવતા ચકચાર મચી જવા પામ્યો હતો. જ્યાં દર્દી અને તેમના સગા સંબંધીઓએ કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં હોબાળો મચાવી દીધો હતો અને ડોક્ટર તેમજ નર્સ સ્ટાફ ઉપર હુમલો કરી દેતા મામલો પોલીસ મથક સુધી પહોંચી ગયો હતો અને પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે કાર્યવાહી કરી હતી
કડી શહેરમાં આવેલ ભાગ્યોદય જનરલ હોસ્પિટલ કે તેની સ્થાપના આજથી 1985 માં થઈ હતી પરંતુ આજ સુધી કોઈ દિવસ આપણા સૌની હોસ્પિટલના સૂત્ર સાથે ચાલતી ભાગ્યોદય જનરલ હોસ્પિટલનો મામલો કડી પોલીસ સ્ટેશન પહોંચ્યો ન હતો પરંતુ આજે મામલો કડી પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો ઇતિહાસમાં પ્રથમ વખત બન્યું કે કડી ભાગ્યોદય જનરલ હોસ્પિટલનો મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો હતો જ્યાં કડી શહેરમાં આવેલ ભાગ્યોદય હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટર કૃપા રાવલ કે જેવો છેલ્લા ત્રણ વર્ષથી હોસ્પિટલમાં એડમિની સ્ટ્રેટર તરીકે ફરજ બજાવે છે જેઓ ભાગ્યોદય હોસ્પિટલમાં આવેલ કોટર્સમાં હાજર હતા જે દરમિયાન ઈમરજન્સી વોર્ડમાં ફરજાવતા ડોક્ટર અંકિતાએ તેમને ફોન કરીને જણાવ્યું હતું કે પટેલ જીવીબેન નામના દર્દી આપણી હોસ્પિટલમાં સારવાર માટે આવ્યા છે અને જો હોબાળો મચાવી રહ્યા છે અને તેઓ કહે છે કે અમારી પહેલા સારવાર કરો જાણ થતા જ ડોક્ટર કૃપા રાવલ તાત્કાલિક જ ઈમરજન્સી વોર્ડમાં પહોંચી ગયા હતા જ્યાં હોબાળો ચાલુ હતો જે દરમિયાન કૃપા રાવલે સમજાવાની કોશિશ કરી હતી પરંતુ દર્દીના સગા સંબંધીઓ સમજ્યા ન હતા અને કહ્યું હતું કે અમારી કોઈ જ સારવાર કરાવી નથી તેમ કહીને નીકળી ગયેલ હતા
1985 થી ચાલી આવતી કડીની આપણા સૌની હોસ્પિટલના સૂત્રો સાથે ચાલતી ભાગ્યોદય જનરલ હોસ્પિટલમાં આજે દર્દીના સગા વાલા હોય હોબાળો મચાવી દીધો હતો અને ડોક્ટર તેમજ નર્સ ઉપર હુમલો કરી નાખ્યો હતો જ્યાં દર્દી તેમ જ તેમના જીવીબેન પટેલ નામના દર્દી સગા વાલા સાથે સારવાર માટે આવ્યા હતા અને અમારે સારવાર કરાવી નથી તેમ કહીને નીકળી ગયા હતા અને થોડીક વાર રહીને દર્દીને બહાર મૂકીને આવીને બે મહિલા તેમજ બે પુરુષ ઇમરજન્સી વોર્ડ ખાતે આવી પહોંચ્યા હતા અને ડો. કૃપા રાવલ ડો. અંકિતા નર્સ પલક, નર્સ અર્પિતા સહિતા સ્ટાફ ઈમરજન્સી વોળમાં હાજર હતા અને દર્દીના સગા વાલાઓ આવી પહોંચ્યા હતા અને કહેવા લાગ્યા હતા કે તમે કેમ અમારા દર્દીની પહેલી સારવાર ના કરી તેમ કહી મન ફાવે તેમ ગાળો બોલવા લાગ્યા હતા. ગયા સ્ટાફના માણસોએ ગાળો બોલવાની ના પાડી તો દર્દીના સગા વાલા ફોનથી વિડીયો ઉતારવાનું શરૂ કરી દીધું હતું જ્યાં ડોક્ટર કૃપા રાવલે કહ્યું કે તમે વિડીયો ઉતારશો નહીં તેમ કહેતા ની સાથે જ આવેલ બે મહિલા તેમ જ બે પુરુષોએ હુમલો કરી નાખ્યો હતો અને ગડદા પાટુનો માર મારવા લાગ્યા હતા જ્યાં નર્સ પલક ના ગળામાં પહેરેલ મંગળસૂત્ર ઝપાઝપીમાં તેમજ મારામારીમાં નીચે પડી ગયું હતું જ્યાં આવેલા બે પુરુષોએ દોડીને ઈમરજન્સી ગોળનો દરવાજો પણ તોડી નાખ્યો હતો જ્યાં હોસ્પિટલમાં ઓબાળો થતા સ્ટાફના માણસો દોડી આવ્યા હતા અને આવેલા ચાર ઈસમોને સમજાવીને હોસ્પિટલની બહાર નીકાળી કાઢ્યા હતા જ્યાં ઇજાગ્રસ્ત પામેલા સ્ટાફને હોસ્પિટલમાં જ ઇજાઓ પહોંચતા સારવાર આપવામાં આવી હતી જ્યાં સ્ટાફના માણસોએ કડી પોલીસને જાણ કરાતા કડી પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને પોલીસે ચાર ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધ હતી અને કાર્યવાહી કરી હતી જોકે ઉલ્લેખ કરીએ છીએ કે આશરે 35 વર્ષથી ચાલતી ભાગ્યોદય જનરલ હોસ્પિટલનો મામલો આજ દિન સુધી કરી પોલીસ મથકે પહોંચ્યો નથી પરંતુ આજે પોલીસ મથકે પહોંચતા કડી શહેરમાં ચર્ચાનો વિષય બની જવા પામ્યો હતો
કડી ભાગ્યેદય જનરલ હોસ્પિટલમાં દર્દીના સગા વાલા હોય હોબાડો મચાવી દીધો હતો જ્યાં કરી ભાગ્યોદય જનરલ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટર કૃપા રાવલ સાથે વાતચીત કરી હતી કે તમે ફરિયાદમાં લખાવી છે કે વિડીયો ઉતારવાની ના પાડતા તેઓએ ઓબાડો મચાવી દીધો હતો આ બાબતે પૂછતા તેમને જણાવ્યું હતું કે હું પ્રસંગમાં છું અને બે દિવસ બાર છું અને હું તમારી સાથે પછી વાત કરીશ તેવું તેમને જણાવ્યું હતું જ્યારે હોસ્પિટલ ની અંદર દર્દીના સગા વાલાઓ પોતાના મોબાઈલથી વિડીયો ઉતારી રહ્યા હતા અને મામલો બીચ ક્યો હતો તો એવો તો કેવો બનાવ બન્યો કે દર્દીના સગા વાલા હોય મોબાઇલની અંદર વિડીયો બનાવવાનું શરૂ કર્યું હતું જ્યારે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવા પામી છે તો હવે જોવાનું રહ્યું કે પોલીસ તપાસમાં શું નીકળે છે