23.9 C
Kadi
Sunday, May 28, 2023

કાસવા ગ્રામજનો દ્વારા 25 વર્ષથી કરવામાં આવે છે દાન, કરીના કાસવા ગ્રામજનો દ્વારા 20 ટ્રેક્ટર ભરીને પાંજરાપોળમાં પુરાનું દાન કર્યું


કાસવા ગ્રામજનો દ્વારા 25 વર્ષથી કરવામાં આવે છે દાન, કરીના કાસવા ગ્રામજનો દ્વારા 20 ટ્રેક્ટર ભરીને પાંજરાપોળમાં પુરાનું દાન કર્યું

આજે મકરસંક્રાંતિ ઉતરાયણ ના તહેવાર નિમિત્તે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર લોકો ધામધૂમ પૂર્વક ઉજવણી કરી રહ્યા છે અને ધાબા ઉપર એ કાપ્યો છે ના અવાજો ગુંજી રહ્યા છે લોકો પોતાની મસ્તીની અંદર પતંગ ચગાવી રહ્યા છે તેમજ અનેક જગ્યાએ મકરસંક્રાંતિના તહેવાર નિમિત્તે દાન પુણ્યના પણ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા જે અનુસંધાને કડી તાલુકાના કાસવા ગામે છેલ્લા 25 વર્ષથી ચાલતી દાનની પ્રણાલી આ વર્ષે પણ જળવાઈ રહી હતી

કડી તાલુકાના કાસવા ગામે ગ્રામજનો દ્વારા મકરસંક્રાંતિના તહેવાર નિમિત્તે કડી પાંજરાપોળ ખાતે ૨૦ ટેક્ટર ભરીને પશુઓ માટે પુરા નું દાન કર્યું હતું મકરસંક્રાંતિના તહેવાર નિમિત્તે ગામની અંદર છેલ્લા 25 વર્ષથી પ્રણાલી ચાલી રહી છે અને ઉત્તરાયણ તહેવાર અને થોડાક દિવસો બાકી હોય જે દરમિયાન ગ્રામજનો દ્વારા અલગ અલગ દરેક જ્ઞાતિના લોકો પુરા એકત્ર કરે છે અને ઉતરાયણના દિવસે પશુઓને ઘાસચારો ખવડાવી પુણ્ય કરે છે

કડીના કાસવા ગામના સરપંચ બાબુભાઈ પટેલે જણાવ્યું હતું કે અમારા ગામમાં છેલ્લા 25 વર્ષથી અબોલા પશુઓ માટે ઘાસચારો એકત્રિક કરીને કડી પાંજરાપોળ ખાતે ઉતરાયણના તહેવાર નિમિત્તે મોકલાવીએ છીએ અને આગામી સમયમાં પણ આ પ્રણાલી ચાલુ રહેશે તેવું જણાવ્યું હતું 

કડી તાલુકાના કાસવા ગામના પૂર્વ સરપંચ રતિભાઈ પટેલ સાથે વાતચીત કરતા તેમને જણાવ્યું હતું કે અમે 24 25 વર્ષથી આ સેવાકીય કામગીરી કરતા આવી રહ્યા છીએ અને ઉત્તરાયણના દિવસે ગામની અંદર દરેક જ્ઞાતિના લોકો ફાળો આપે છે અને ઘાસચારો અમે કડીની પાંજરાપોળ ખાતે મોકલાવીએ છીએ


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

4,400FansLike
1,331FollowersFollow
1,600SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

error: Content is protected !!