કડીમાં પાન પાર્લર ની દુકાન ની બહાર મોબાઇલમાં ભારત, શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલ મેચનો ઓનલાઈન સટ્ટો રમતો ઈસમ ઝડપાયો
કડી શહેરના દેત્રોજ રોડ ઉપર પાન પાર્લર ની દુકાન ની બહાર પાટલી ઉપર બેઠેલા ઈસમને ભારત શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલ વન-ડે મેચનો ક્રિકેટનો સટ્ટો રમતો ઈસમને પોલીસે ઝડપી પાડ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી કરી હતી
કડી પોલીસ સ્ટેશનનો સ્ટાફ ખાનગી વાહન તેમજ સરકારી વાહનમાં અલગ અલગ જગ્યાએ પેટ્રોલિંગ કરી રહ્યો હતો જે દરમિયાન પોલીસ સ્ટાફના માણસો બહુચર માતાજીના મંદિરે પહોંચતા ખાનગી રહે બાકી મળી હતી કે કડીના રોડ ઉપર આવેલ કિશન પાન પાર્લર ની દુકાન ની બહાર પાટલી ઉપર બેઠેલ દિલીપ પટેલ કે જે પોતે હાલ ભારત શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલ વન-ડે મેચનો ક્રિકેટનો સટ્ટો ઓનલાઇન પોતાના મોબાઈલની અંદર રમી રમારી રહ્યો છે જે પ્રવૃત્તિ હાલ ચાલી રહી છે
કડી પોલીસે બાદમીના આધારે કડીના દેત્રોજ રોડ ઉપર આવેલ કિશન પાન પાર્લરની કોર્નર કરીને રેડ કરતા પાટલી ઉપર બેઠેલ દિલીપ પટેલ રહે કડીને ઝડપી પાડ્યો હતો અને તેના હાથમાં રહેલ મોબાઇલની અંદર પોલીસ દ્વારા સ્થળ ઉપર જ તપાસ કરતા google chrome બ્રાઉઝરમાં WWW.allpaanel નામની વેબસાઈટમાં ઓલ પેનલ એક્સચેન્જ નામની સાઈડ ખુલી હતી અને Dilip3800 નું આઈડી ખુલ્લુ પોલીસે જોયું હતું જેમાં ભારત શ્રીલંકા વન-ડે મેચનો હાર્દિક તો હિસાબ તેમજ અન્ય વિગતો પોલીસને મળી આવી હતી પોલીસે સ્થળ ઉપર જેની ધરપકડ કરી હતી અને રૂપિયા ૫૪ હજાર સો નો મુદ્દા માલ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી પોલીસે કરી હતી