23.9 C
Kadi
Sunday, May 28, 2023

નંદાસનના લક્ષ્મીપુરા ગામેથી ગાડીમાં દૂધ લઈને કડી આવવા માટે નીકળેલ યુવકને ખેરપુર ઢાળ પાસે હથિયારો વડે હુમલો કરાતા માથામાં 18 ટાંકા આવ્યા.


નંદાસનના લક્ષ્મીપુરા ગામેથી ગાડીમાં દૂધ લઈને કડી આવવા માટે નીકળેલ યુવકને ખેરપુર ઢાળ પાસે હથિયારો વડે હુમલો કરાતા માથામાં 18 ટાંકા આવ્યા

કડી તાલુકાના નંદાસણ લક્ષ્મીપુરા ગામેથી ગાડીમાં દૂધ લઈને નીકળેલ યુવકને કડી તાલુકાના ખેરપુર પાસે અજાણ્યા ઇસમો દ્વારા હુમલો કરાતા ઇસમને ગંભીર રીતે ઇજાઓ પહોંચી હતી અને માથાના ભાગે 18 ટાંકા આવ્યા હતા તેમજ માથાના ભાગે હેમરેજ થતા તેઓને અમદાવાદ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા જ્યાં યુવકના પિતાએ નંદાસણ પોલીસ સ્ટેશનમાં અજાણા ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંઘી હતી 

 કડી તાલુકાના નંદાસણ પાસે આવેલ લક્ષ્મીપુરા ગામે રહેતા મૌલિક જયંતીભાઈ પટેલ કે જેઓ કડી ખાતે રહે છે પરિવાર સાથે અને તેમના પિતા અને તેઓ લક્ષ્મીપુરા ગામ ખાતે ખેતીવાડી તેમજ પશુપાલક વ્યવસાય કરી રહ્યા છે મૌલિક પટેલ કે પોતાના ઘરેથી દૂધ લઈને પોતાની સ્વીફ્ટ ગાડી નંબર GJ 2 DJ 4222 લઈને કડી ખાતે આવવા માટે ઘરે નીકળ્યા હતા જે દરમિયાન નંદાસણથી ખેરપુર ઠાળમાં અજાણ્યા ઈસમોએ તેની ગાડી રોકીને હુમલો કર્યો હતો

કડી તાલુકાના લક્ષ્મીપુરા ગામે થી દૂધ લઈને નીકળેલ મૌલિક પટેલ કે ખેરપુર પાસે આવેલ રોડ ઉપર ઢાળ ઉતરતા અજાણ્યા ઇસમો દ્વારા તેને રોકી અને હથિયારો વડે હુમલો કરાતા તેને ગંભીર રીતે ઇજાઓ પહોંચી હતી અને તેમના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી જ્યાં તેમના કુટુંબિક ભાઈ દીપકભાઈ પટેલ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તેમને મૌલિક ના પિતાને જાણ કરી હતી અને કડીના ભાગ્યોદય હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેને માથાના ભાગે 18 ટાંકા આવ્યા હતા અને બેભાન અવસ્થામાં હોય તેઓને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જ્યાં તબીબોય હેમરેજ થયું હોવાનું જણાવ્યું હતું જ્યાં મૌલિક ના પિતાએ અજાણા ઈસમો વિરુદ્ધ નંદાસણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંઘી કાર્યવાહી કરી હતી


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

4,400FansLike
1,331FollowersFollow
1,600SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

error: Content is protected !!