23.9 C
Kadi
Sunday, May 28, 2023

અન્ન દાતા અંગદાતા બની ગયા,કડી તાલુકાના સાદરાના ખેડૂત અવસાન પામતા પરિવારજનોએ લીવર બે કિડની બે આંખોનું દાન કર્યું.


કડી તાલુકાના સાદરા ગામના ખેડૂત અન્ન દાતા અંગદાતા બની ગયા છે સાદરા ગામના ખેડૂત ભીખાભાઈ આત્મારામભાઈ પટેલ ઉંમર વર્ષ 60 જેઓ અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં બ્રેઈનડેડ જાહેર થયા હતા જોકે પરિવારજનોએ તેમના અંગોનું દાન કરવા મંજૂરી આપતા તબીબો દ્વારા તાત્કાલિક તેની સર્જરી કરીને લીવર, બે કિડની, બે આંખો સહિતના અંગો એર એમ્બ્યુલન્સ દ્વારા અમદાવાદની વિવિધ હોસ્પિટલોમાં પહોંચાડવામાં આવ્યા હતા જ્યાં ખેડૂત ભીખાભાઈ ના અંગો બીજા વ્યક્તિઓને બીજા લોકો જીવિત રહેશે

કડી તાલુકાના સાદરા ગામના ભીખાભાઈ પટેલ કે જેઓ હાલ કડીની અંદર રહેતા હતા અને ખેતીવાડીનો વ્યવસાય કરતા હતા જ્યાં કડીના દેત્રોજ રોડ પર આવેલ કુબેરનગર સોસાયટીમાં તેઓ પરિવાર સાથે રહેતા હતા અને અચાનક જ ઘરે તેઓ હાજર હતા જે દરમિયાન તેઓને માથામાં દુખાવો ઉપડ્યો હતો અને બ્રેન અટક આવતા હતા જ્યાં તેમના પુત્ર દ્વારા તેઓને કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા સારવાર માટે જ્યાં ભીખાભાઈ પટેલની તબિયત ના તંદુરસ્ત હોવાના કારણે પરિવારજનો દ્વારા તેઓને અમદાવાદની સાલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સાલ હોસ્પિટલના તબીબો એ મગજના તેમજ શરીરના અલગ અલગ રિપોર્ટો કરાવવામાં આવ્યા હતા પરંતુ તેઓનું બ્રેન ડેટ થઈ ગયું હતું અને પરિવારજનોને ડોક્ટર દ્વારા જાણ કરવામાં આવી હતી

કડીના સાદરા ગામના મૂળ વતની તેઓની તબિયતના તંદુરસ્ત હોવાથી તેઓને સાલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ જેઓ બ્રેન અટકથી બ્રેનડેટ થઈ જતા પરિવારજનોમાં જ ચિંતા નું મોજુ ફરી વળ્યું હતું જ્યાં સ્થાનિક હોસ્પિટલ ના ડોક્ટરોએ ભીખાભાઈ પટેલના પરિવારજનોને જાણ કરી અને જણાવ્યું કે અંગદાન કરી શકાય છે અને અલગ અલગ ડોક્ટરો દ્વારા પરિવારજનોને સમજણ આપવામાં આવી હતી અને પરિવારજનો ના સહમત બાદ અંગદાન કરવાનો નિર્ણય લીધો હતો

 ભીખાભાઈ પટેલના પરિવારજનો અંગદાન માટે સહમત થઈ જતા તબીબો દ્વારા તાત્કાલિક ભીખાભાઈ સર્જરી કરી તેમનું લીવર બે કિડની બંને આંખો સહિતના અંગો એર એમ્બ્યુલન્સ દ્વારા અમદાવાદની વિવિધ હોસ્પિટલ ખાતે રવાના કરવામાં આવ્યા હતા જ્યાં જરૂરિયાત મંદ દર્દીને દાન કરી અન્ય લોકોને નવજીવન આપવામાં આવશે

કડીના સાદરા ગામના વતની ભીખાભાઈ પટેલ પુત્ર મનીષ પટેલ કે જેઓ પોતે ડોક્ટર છે અને કડીની કુંડાળ સિવિલ હોસ્પિટલ ખાતે ફરજ બજાવે છે જેઓ સંગાથ વાતચીત કરતા તેમને જણાવ્યું હતું કે મારા પપ્પાને બ્રેડ અટેક આવ્યો હતો અને ઘરે હતા ત્યારે બેહોશ તરફ જઈ રહ્યા હતા અને મને ખબર પડી એટલે તરત જ અમે બધા ભાગ્યોદય હોસ્પિટલમાં તેઓને લઈ ગયા હતા જ્યાં તેઓને પ્રાથમિક સારવાર આપીને વેન્ટિલેટર ઉપર લઈને અમદાવાદ સાલ હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં હોસ્પિટલમાં તેઓનું સ્કીટી સ્કેન કરાવવામાં આવ્યું હતું જ્યાં રિપોર્ટમાં તેઓનું બ્રેન હેમરેજ આવ્યું હતું જ્યાં તેઓને આઈસીયુમાં એડમિટ કરવામાં આવ્યા હતા અને ડોક્ટરોની સલામ મુજબ ખબર પડી કે હવે આ રિવેશ નહીં થઈ શકે અને કોમાંમા જતા રહ્યા છે અને હવે પાછા નહીં આવી શકે અને શક્યતા બહુ જ ઓછી છે

ભીખાભાઈ પટેલ ના પુત્ર મનીષ પટેલ કે જે પોતે હાલ ડોક્ટર છે અને ડોક્ટરે ની ફરજ બજાવી રહ્યા છે અને પોતે દિવ્યાંગ છે જ્યાં સમગ્ર વાતચીત કરતા તેઓ ગળગળા થઈ ગયા હતા અને તેમને વધુમાં જણાવ્યું કે અમારા કોઈનું મન માનતું ન હતું અને મારી ઓળખાણમાં તેમજ સર્કલમાં જે પણ ડોક્ટરો હતા અને બધાની સલાહ લેતો હતો અને હોસ્પિટલમાં બોલાવતો હતો અને પૂછતો હતો કે હવે શું થઈ શકે અને બધા જ કહ્યું કે આમાં કંઈ નહીં થઈ શકે પણ હા એક વસ્તુ થઈ શકે બ્રેડ ડેથ થઈ ચૂક્યું છે માણસનું મગજ બંધ થઈ ગયું છે અને હવે પાછું ચાલુ નહીં થાય જે આપણે એક અંગદાન કરી શકાય છે અને તે મહાદાન કહેવાય છે અને મારા પપ્પાની પણ ઈચ્છા હતી કે જ્યારે મને પગની તકલીફ હતી એમબીબીએસ ના પહેલા વર્ષમાં જ્યાં મને પપ્પા અને મોટાભાઈ મુકવા માટે આવતા હતા અને જેઓ મેડિકલ કોલેજમાં જોતા હતા અંગદાન થાય છે અને મારા પપ્પાને આ બધી જ જાણકારી હતી અને ત્યારે જ મને કહી દીધું હતું કે બેટા મને કંઈ પણ થાય તો મારું અંગદાન કરજે અને મારી મમ્મીને પણ કહેતા હતા અને મારી બહેનને પણ કહેતા હતા અને મારી પત્નીને પણ કહેતા હતા કે કદાચ મનીષ ભૂલી જાય તો તેને યાદ કરાવજે અને પપ્પાની વાત મને યાદ હતી અને સાલ હોસ્પિટલ તેમજ કેડી હોસ્પિટલના ડોક્ટરોનો મને સાથ સહકાર અને સલાહ મળી હતી અને અમે પરિવાર જનોએ અંગદાન કરવાનું નક્કી કર્યું હતું મારુ મન તો નતું માનતું પણ પપ્પાની ઈચ્છા હતી અને રિઝલ્ટ મળે એવું તેવું નહોતું અને અત્યારે હાલ એટલી બધી સમાજમાં જાગૃતતા નથી પણ પપ્પાની ઈચ્છા હતી અને બધાની સહમતિથી અમે અંગદાન કર્યું હતું અને ભલે અત્યારે પપ્પા નથી પરંતુ પણ પપ્પાના અંગોનું બીજાના માટે કામ આવે છે અને એમના આત્માને શાંતિ મળશે


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

4,400FansLike
1,331FollowersFollow
1,600SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

error: Content is protected !!