કડી કરણનગર સ્થિત રાજમહેલ સોસાયટીમાં રહેતા જૈલેશભાઈ રમણલાલ કડિયા અને સાદરા ગામના વિષ્ણુભાઈ હરજીવનદાસ પટેલનું અવસાન થતા તેમના પરિવારોએ ચક્ષુદાન કરીને ચાર લોકોના જીવનમાં રોશની આપવાનું ભગીરથ કાર્ય કર્યું હતું
કડીમાં અંગદાન મહાદાન અંતર્ગત લોકજાગૃતિ અભિયાનમાં વધારો થતો હોય તેવું જોવા મળી રહ્યું છે હાલમાં કડી શહેરમાં ચક્ષુદાન કરનાર પરિવારોમાં દિન પ્રતિદિન વધારો થતો હોય તેવું જોવા મળી રહ્યું છે ત્યારે એક જ દિવસની અંદર કડી તેમજ સાદરા ના બે આધેડ પુરુષોનું અવસાન બાદ મૃતકોના પરિવારે ચક્ષુદાન કરવાની તૈયારી દર્શાવી હતી
કડી શહેરમાં કરણનગર રોડ રાજ મહેલ સોસાયટીમાં રહેતા જૈલેશભાઈ રમણલાલ કડિયા ની સવારે છાતીમાં દુખાવો ઉપાડતા તેઓને કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં સારવાર માટે પરિવારજનો લઈ ગયા હતા પરંતુ તેઓને અટક આવતા તેઓનું અવસાન થયું હતું અને કડી તાલુકાના સાદરા ગામે રહેતા વિષ્ણુભાઈ હરજીવનદાસ પટેલ ને પણ છાતીમાં દુખાવો ઉપાડતા પરિવારજનો દ્વારા રિધમ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા પરંતુ તેઓને પણ અટક આવતા તેઓનું હોસ્પિટલમાં જ અવસાન થયું હતું જ્યાં બંને હોસ્પિટલોના ડોક્ટરો તેમજ સામાજિક કાર્યકર્તાઓ ની સમજણ બાદ બંને પરિવારજનો દ્વારા ચક્ષુદાન કરવાનું નિર્ધાર કરવામાં આવ્યો હતો
કડી અને સાદરાના બે આધેડના અવસાન થતા પરિવારજનો દ્વારા બંનેનું ચક્ષુદાન કરવાનું નિર્ણય કરવામાં આવ્યો હતો જ્યાં ભાગ્યોદય હોસ્પિટલ અને રીધમ હોસ્પિટલ થકી લાયન્સ ક્લબ કડીનો સંપર્ક કરાતા ડો. આનંદ પટેલ, મયંકભાઇ પટેલ (આલ્ફા ફાઉન્ડેશન) ધર્મેન્દ્ર પટેલ, અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટના ડો.ક્રિમા પટેલ સહિતની ટીમ હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા અને બંનેના ચક્ષુઓને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અમદાવાદ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા જ્યાં બંને આધેડના ચક્ષુઓથી ચાર લોકોના જીવનમાં રોશની પથરાશે