— આંતર જ્ઞાતિય પ્રેમલગ્ન થી નાખુશ યુવતીના પરિવારે ટોળું રચી હુમલો કરી યુવતીનું અપહરણ કર્યું
— યુવકના પરિવારજનોએ યુવતીના પિતૃ પક્ષ ના લોકો સામે કડી પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરીયાદ
આંતરજ્ઞાતિય પ્રેમ લગ્ન કરનાર યુવકના પરિવાર ઉપર હુમલો કરી યુવતીને તેના પરિવારજનો અપહરણ કરી લઇ ગયા હોવાની યુવક દ્વારા કડી પોલીસ સ્ટેશનમાં આપવામાં આવી છે.
કડી તાલુકાના બુડાસણ ગામમાં પ્રહલાદ નગર સોસાયટીમાં રહેતો મનીષ દિનેશભાઈ પરમાર ડ્રાઈવિંગ કરી તેના પરિવાર નું ગુજરાન ચલાવે છે.થોડા સમય અગાઉ તેણે સાબરકાંઠા જિલ્લાની સુનોક ગામની વણઝારા નિશાબેન મખરામભાઈ સાથે પ્રેમ સબંધ બંધાતા આંતરજ્ઞાતિય પ્રેમલગ્ન કર્યા હતા પરંતુ તેમના લગ્ન થી યુવતીના પરિવારજનો નાખુશ હતા.
યુવક તેની ભત્રીજી નો જન્મદિવસ હોય કેક તથા જરૂરી સામાન લેવા કડી ગયો હતો ત્યારે સાંજે સાડા સાત વાગ્યા ના અરસામાં યુવતીના નાખુશ 15 થી 20 જેટલા પરિવારજનો ખાનગી વાહનો માં બેસી યુવતીના ઘેર આવી ઘર નો સામાન વેર વિખેર કરી નાખી યુવકની ભાભી અને તેની માતા તથા ભાડુઆત રેવાભાઈ ચાવડા ને ધોકા થી મારઝૂડ કરી યુવતીને ઉઠાવી ભાગી ગયા હોવાની તેના પિતાએ તેને ફોન કરી ને જાણ કરી હતી જેથી યુવકે પોલીસ સ્ટેશન બોલાવી ઘરમાં તોડફોડ અને પરિવાર સાથે મારઝૂડ કરનાર 15 થી 20 જેટલા માણસો સામે કડી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.
કડી પોલીસે અજાણ્યા માણસો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.