કડી પોલીસે કડી તાલુકાના દેવસણા સીમમાંથી જુગાર રમતા છ ઈસમોને રૂપિયા 65,070 ના મુદ્દા માલ સાથે ઝડપીને કાયદેસરની કાર્યવાહી કરી હતી જ્યાં જુગાર રમાડતા મુખ્ય બે આરોપી સ્થળ ઉપરથી ભાગી છૂટ્યા હતા તેમને ઝડપી પાડવા માટે પોલીસે તજવીજ હાથ ધરી હતી
કડી પોલીસ સ્ટેશના સ્ટાફના સુભાષભાઈ પંકેશકુમાર નિકુલભાઇ સહિતના કડી તાલુકા તેમજ શહેર ની અંદર પ્રોહીબિશન અને જુગાર લગત કામગીરીમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા જે દરમિયાન પોલીસ સ્ટાફના માણસો નગરાસણ ચોકડી પાસે પહોંચતા ખાનગી રહે બાકી મળી હતી કે કડી તાલુકાના ગામે ખરાબા ની અંદર કેટલાક ઈસમો જુગાર રમી રમાડી રહ્યા છે પોલીસે બાતમીની કરાઈ કરીને સ્થળ વાળી જગ્યા ઉપર રેડ કરી હતી
કડી પોલીસે દેવુસણા ગામની સીમમાં નવું તળાવ તરીકે ઓળખાતા ખરાબામા રેડ કરતા જુગારીઓમાં નાશ ભાગ નથી જવા પામી હતી જ્યારે જુગાર રમાડતા કુંવરજી ઠાકોર અને દિનેશજી ઠાકોર સ્થળ ઉપરથી ભાગી છૂટ્યા હતા જ્યારે સ્થળ ઉપરથી પોલીસે અતુલ પટેલ રહે રંગપુરડા કડી, ખાલીદ ખાન પઠાણ રહે વિરોચંદ નગર સાણંદ, હયાત ખાન પઠાણ રહે વિરોચનનગર સાણંદ,ઇબ્રાહીમખાન પઠાણરહે વિરોચનનગર સાણંદ,નવાબખાન પઠાણ રહે વિરોચનનગર સાણંદ, હર્ષદકુમાર પરમાર રહે છારોડી અમદાવાદ ને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા જ્યારે પોલીસે સ્થળ ઉપરથી રોકડ રકમ સાથે કુલ રૂપિયા 65,070નો મુદ્દા માલ કબ્જે કર્યો હતો અને 8 ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી