23.9 C
Kadi
Sunday, May 28, 2023

કડી ના શક્કરપૂરા માં વરલી મટકા જુગાર ની રેડ માં પોલીસે વહીવટ કરી સંચાલક ની જગ્યાએ રમનાર ને આરોપી બનાવી દિધો હોવાની લોક ચર્ચા.


 • કડી ના શક્કરપૂરા માં વરલી મટકા જુગાર ની રેડ માં પોલીસે વહીવટ કરી સંચાલક ની જગ્યાએ રમનાર ને આરોપી બનાવી દિધો હોવાની લોક ચર્ચા
 • — કડી ના ધાકડ ડી- સ્ટાફ દ્વારા વહીવટ કરી મુખ્ય આરોપીને છોડી મૂક્યો લોકો ઉવાચ..
 • — આરોપી ને પોલીસ સ્ટેશનમાં લાવી પટ્ટા મારવાની ધમકી આપી તોડ કર્યો હોવાની લોક ચર્ચા
 • કડી પોલીસ સ્ટેશન નો ડી સ્ટાફ (સ્થાનિક ગુના શોધક શાખા) કામગીરી ની જગ્યાએ વહીવટ કરવામાં પાવરધો હોવાનું ગણતરીના સમય થી લોકો ઉવાચ કરી રહ્યા છે.જેનું તાજુ ઉદાહરણ લોકો સમક્ષ આવતા ડી સ્ટાફ દ્વારા પોલીસ ની ખાખી વરદીને લાંછન લગાડવાનું કામ કર્યું હોવાનું જોવા મળી રહ્યું છે.સામાન્ય જનતા ના જાન અને માલ નું રક્ષણ કરી તેમને સુરક્ષા આપવાનું કાર્ય કરતી કડી પોલીસ ફકત ને ફક્ત વહીવટ કરી રૂપિયા રળવામાં વ્યસ્ત હોવાનું લોકોમાં ચર્ચા જાગી છે.
  આધારભૂત સૂત્રો પાસે થી મળેલી માહિતી મુજબ કડી પોલીસ ના ધાકડ ડી સ્ટાફ ને શહેરના શક્કર પુરા ના નાકે વરલી મટકાનો જુગાર ચાલતો હોવાની બાતમી મળી હતી જેથી તેમણે રેડ કરી જુગાર નો સંચાલક અને જુગાર રમવા આવેલો ઇસમ જુગાર રમવાનું સાહિત્ય અને રોકડ રકમ સાથે સ્થળ ઉપર થી ઝડપાઈ ગયા હતા.પોલીસે ઝડપેલા બન્ને ઇસમને પોલીસ સ્ટેશન લઈ આવી હતી અને બંને સામે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી પરંતુ વહીવટ કરવામાં પાવરધી ડી સ્ટાફ દ્વારા પોતાનો ખેલ અહી થી જ શરૂ કર્યો હતો.
 • કડી પોલીસ સ્ટેશનમાં હાજર ડી સ્ટાફ અને થોડા સમય અગાઉ કડી પોલીસ નો વહીવટદાર ગણાતો અને હાલ મહેસાણા ખાતે ફરજ બજાવતા પોલીસ કર્મી દ્વારા વરલી મટકાનો જુગાર રમાડતા સંચાલક ને પટ્ટા મારવાની ધમકી આપી વહીવટ કરી લેવા જણાવ્યું હતું તો સામા પક્ષે પણ જુગારધામ ચલવાનારે પૈસા ની જગ્યાએ તેનું નામ ફરીયાદ માં નહિ હોવાની શરત મૂકી હતી જેથી પૈસા ની લાલચ માં ડી સ્ટાફ દ્વારા પકડાયેલા બે ઈસમો માંથી એક ઇસમને ઘેર મોકલી દઈ વરલી મટકાનો જુગાર રમવા આવેલા ઇસમને જુગાર ધામનો સંચાલક બતાવી ફરીયાદ નોંધી હતી અને મુખ્ય આરોપીને છોડી મૂક્યો હોવાની લોક ચર્ચા જામી છે.
  જિલ્લા પોલીસ વડા દ્વારા જે તે સમય ના કડી પોલીસ સ્ટેશનના સીસીટીવી કેમેરા ચેક કરી આંતરિક ખાનગી રાહે તપાસ કરાવી તો સત્ય બહાર આવી શકે અને વારંવાર પોલીસ ની ખાખી વર્દી ને લાંછન લગાડનાર આવા લેભાગુ તત્વો સામે કાર્યવાહી કરી શકાય.
 • પબ્લિક ઉવાચ…કડી પોલીસ નો જૂનો વહીવટદાર અને હાલ જિલ્લામાં ફરજ બજાવતો પોલીસ કર્મી ના હજી પણ કડી માં તોડ કાંડ માં માં હાજર
 • કડી પોલીસ સ્ટેશનમાં અગાઉ વહીવટદાર તરીકે પંકાયેલો પોલીસ કર્મી જેની કાળી કરતૂતો ની માહિતી જિલ્લા પોલીસ વડા સુધી પહોંચી ગઈ હતી જેથી જિલ્લા પોલીસ વડાએ તેની બદલી પોલીસ હેડકવાર્ટર ખાતે કરી દેવામાં આવી હતી જ્યાં તેને લાલ સાફો પહેરી સલામી ના કામમાં લગાવી દેવામાં આવ્યો હતો.થોડા સમય શાંત રહ્યા પછી તે કર્મી પાછો કડી વિસ્તારમાં સક્રિય થઈ ગયો હોવાની લોકોમાં ચર્ચા જામી છે.આધાર ભૂત સૂત્રો પાસે થી મળેલી માહિતી માં વરલી મટકા ના જુગાર ની રેડ માં થયેલા તોડ માં તેની સક્રિય ભૂમિકા રહેલી છે તેમજ થોડા દિવસ પહેલા શહેરના સુજાતપુરા રોડ વિસ્તારમાં તે એક નામચીન બુટલેગર ના ઘરમાં તેની ફરજ નહિ હોવા છતાં ગેરકાયદેસર રીતે રેડ નું બહાનું કરી ઘૂસી ગયો હતો જેમાં બુટલેગર ના ઘરમાંથી એક કે બે બોટલ વિદેશી દારૂ તેના હાથ લાગી ગયો હતો પછી તેણે પોલીસ ફરીયાદ કરવાની જગ્યાએ બુટલેગર ને ધમકાવી તેની પાસે થી આશરે એકાદ લાખ જેટલો તોડ કરી લીધો હોવાની લોકચર્ચા જામી છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

4,400FansLike
1,331FollowersFollow
1,600SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

error: Content is protected !!