23.9 C
Kadi
Sunday, May 28, 2023

કડીમાં વિદ્યાર્થીની અને તેની બહેનપણી બજારમાં કપડાની ખરીદી કરી એકટીવા લઈને ઘરે જતા પાછળથી ડમ્પરે ટક્કર મારતા વિદ્યાર્થીનીનો પગ છૂદાઈ ગયો, ઓપરેશન બાદ પગ કપાવો પડયો


કડીમાં વિદ્યાર્થીની અને તેની બહેનપણી બજારમાં કપડાની ખરીદી કરી એકટીવા લઈને ઘરે જતા પાછળથી ડમ્પરે ટક્કર મારતા વિદ્યાર્થીનીનો પગ છૂદાઈ ગયો, ઓપરેશન બાદ પગ કપાવો પડયો

 

કડીના કલ્યાણપુરા રોડ ઉપર આવેલ વડવાળા હનુમાનજીના મંદિરની આગળ રેલવે ફાટકના ઢાળ ઉતરતી વખતે વિદ્યાર્થીની કડી બજારમાં કપડાની ખરીદી કરીને પોતાની બેનપણી સાથે ઘરે જઈ રહી હતી જે દરમિયાન વિદ્યાર્થીની એકટીવા ની પાછળ બેઠી હતી અને તેની બેનપણી એકટીવા ચલાવી રહી હતી જે દરમિયાન વડવાળા હનુમાનજીના મંદિર થી આગળ રેલવે ફાટક ના ઢાળમાં ઉતરતી વખતે પાછળથી આવી રહેલ ડમ્ફરે ટક્કર મારતા પાછળ બેઠેલી વિદ્યાર્થીની ના પગ ઉપરથી ટાયર ફરી વળ્યું હતું જ્યાં પગ છૂંદાઈ ગયો હતો વિદ્યાર્થીનીને કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાંથી અમદાવાદ હોસ્પિટલમાં રીફર કરવામાં આવી હતી અને વિદ્યાર્થીની નો પગ કપાવ પડ્યો હતો જે દરમિયાન પોલીસે ડમ્ફર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધ કાર્યવાહી કરી હતી

 

કડી શહેરના સર્વ વિદ્યાલય હાઈસ્કૂલની પાછળ આવેલ સુવર્ણ સિટીમાં રહેતી શ્રુતિ વિષ્ણુભાઈ પટેલ કે જે એસવી કેમ્પસમાં બીએસસીના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે અને તેના પિતા ઇલેક્ટ્રોનિક દુકાન ધરાવીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે જે દરમિયાન સ્તુતિ અને તેની બહેનપણી 14/ 2/2023 ના દિવસે બપોરના સમયે તેમની માલિકનું એકટીવા નંબર GJ 27 DU 7185 કડીની બજારમાં કપડાની ખરીદી કરવા ગયા હતા જે બાદ બંને જણા કપડાની ખરીદી કરીને પોતાના ઘરે આવી રહ્યા હતા

 

કડીના સર્વે વિદ્યાલય કેમ્પસની પાછળ રેતી શ્રુતિ અને તેની બહેનપણી જાનવી પટેલ બંને જણા એકટીવા લઈને પોતાના ઘરે કપડાની ખરીદી કરીને જઈ રહ્યા હતા જે દરમિયાન જાનવી એકટીવા ચલાવી રહી હતી અને શ્રુતિ પાછળ બેઠેલી હતી જે દરમિયાન વડવાળા હનુમાનજીના મંદિરથી આગળ આવેલ રેલવે ફાટકના ઢાળ ઉતરતી વખતે પાછળથી આવેલ ડમ્ફર નંબર GJ 2 VV 7215 ચાલકે તડાકા ભેર પાછળથી ટક્કર મારી હતી જ્યાં બંને યુવતીઓ રોડ પર પસરાઈ હતી અને પાછળ બેઠેલ શ્રુતિના પગ ઉપરથી ટાયર ફરી વળ્યું હતું જ્યાં વિદ્યાર્થીનીનો પગ છુંદાઈ ગયો હતો જ્યાં અકસ્માત થતાં આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સ મારફતે કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી

 

કડીમાં વિદ્યાર્થીની પોતાની બહેનપણી સાથે બજારમાં કપડાની ખરીદી કરીને આવી રહેતી જે દરમિયાન ડમ્પર ચાલકે એકટીવા ને ધડાકા ભેર ટક્કર મારી હતી જ્યાં વિદ્યાર્થીની નો પગ છુંદાઈ ગયો હતો અને તેને કડીની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં તેને વધુ ઇજાઓ પહોંચતા અમદાવાદ હોસ્પિટલમાં બેભાન અવસ્થામાં રીફર કરવામાં આવી હતી જ્યાં વિદ્યાર્થીને પગે વધુ ઇજાઓ પહોંચતા ઓપરેશન કરીને તેનો પગ કપાવો પડ્યો હતો જ્યાં ડમ્પર ચાલક સામે પોલીસે ફરિયાદ નોંધીને કાર્યવાહી કરી હતી


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

4,400FansLike
1,331FollowersFollow
1,600SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

error: Content is protected !!