અન્યત્ર બદલી થવા છતાં કેટલાક પોલીસ કર્મીઓ ને નથી છૂટતું કડી પોલીસ સ્ટેશન
— કડી ની મલાઈ કે લોકો પ્રત્યેનો પ્રેમ જવાબદાર છે તે વિચારવાનો વિષય
— કડી સોનાની દડી ઉકિત ને સાર્થક કરતા કેટલાક પોલીસ કર્મીઓ
કડી પોલીસ મથકમાં ફરજ બજાવી અન્યત્ર બદલી થવા છતાં કડી પોલીસ સ્ટેશનના કેટલાક પૂર્વ કર્મચારીઓને કડી પોલીસ મથક થી દૂર રહેવાનું પસંદ નહિ હોવાથી રોજ તેમના કડી પોલીસ સ્ટેશનમાં ધામાં નાખેલા હોવાની લોક ચર્ચા જામી છે.
મહેસાણા જિલ્લા પોલીસ વડા અચલ ત્યાગી ભ્રષ્ટ પોલીસ કર્મીઓને નોંધપાત્ર સજા માટે પ્રખ્યાત છે.જિલ્લા પોલીસ વડા ની પોલીસ સ્ટેશન નો વહીવટ કરી પોલીસ ની ખાખી વર્દી ને લાંછન લગાડનાર વહીવટદારો ઉપર બાજ નજર હોય છે તેમના ધ્યાન ઉપર આવા ભ્રષ્ટ વહીવટદાર આવતા જ તેઓ તેમને પોતાની આગવી સ્ટાઇલ માં સજા ના ભાગરૂપે વહીવટદારો ની બદલી કરી દેતા હોય છે.વહીવટદારો ને તેઓ પોતાની નજર સામે તેમની ઓફિસ ની બહાર લાલ સાફો પહેરાવી સલામી આપવા મૂકી દેવાની તેમની સજા સમગ્ર જિલ્લા માં પ્રખ્યાત છે.તેમની આવી સજા આપવા છતાં કેટલાક ભ્રષ્ટ પોલીસ કર્મીઓ સુધરવાનું નામ નહિ લેતા હોવાનું જોવા મળી રહ્યું છે.કેટલાક પોલીસ કર્મીઓ તેમની ફરજ જિલ્લામાં અન્યત્ર હોવા છતાં કડી વિસ્તારમાં ડેરા તાણી બેસેલ હોય છે અને તોડ પાણી કરતા હોવાની લોકો માં ચર્ચા જામી છે.
કડી માટે કેવામાં આવે છે કે “કડી સોનાની દડી” જે ઉકિત કેટલાક પોલીસ કર્મીઓ માટે સબ્દશ સાચી સાબિત થતી હોય તેવું જોવા મળી રહ્યું છે કારણ કે જિલ્લા પોલીસ હેડક્વાર્ટર માં બદલી થઈ હોવા છતાં કડી માં મલાઈ ખાવા તેમની ફરજ પછી તેઓ બપોર પછી કડી માંજ ફરતા હોય છે.જિલ્લા પોલીસ વડા આવા કડી ના મોહ માં અંધ થયેલા આવા કર્મીઓ ઉપર કાર્યવાહી કરશે કે કેમ તેવી લોકોમાં ચર્ચાએ જોર પકડ્યું છે.