કડી નગરપાલિકાની હાલની અંદર આજે સાધારણ સભા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાલિકાના 36 સભ્યોમાંથી એક કોંગ્રેસના અને 25 ભાજપના સભ્યો જ હાજર રહ્યા હતા સાધારણ સભામાં વર્ષ 2023/24નું બજેટ કરવાનું મતે મજુર કરવામાં આવ્યું હતું
કડી પાલિકાની બુધવારે મળેલી ખાસ સાધારણ સભામાં પાલિકાનુ આગામી 2023/24 ના વર્ષનુ રૂ.93.77 કરોડનુ બજેટ સર્વાનુમતે મંજુર કરાયુ હતુ. જેની સામે આગામી વર્ષે સાપર અને કણઝીયા તળાવનુ બ્યુટીફીકેશન સહિત આગવી ઓળખ સહિતના રૂ.54.62 કરોડના અંદાજીત ખર્ચે વિવિધ વિકાસ કામોની જોગવાઈ કરાઈ છે.પાલિકાની અંદાજીત આવક રૂ.59.51 કરોડની સામે રૂ.54.62 કરોડના ખર્ચેનો અંદાજ કરતા રૂ.39.14 લાખનુ પુરાંત વાળુ બજેટ તૈયાર કરાયુ હતુ. રૂપિયા 93.77 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું
કડી નગરપાલિકામાં સાધારણ સભા મળી હતી જેમાં પાલિકાના પ્રમુખ ભરતભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને સભા યોજાઈ હતી જેમાં પાલિકાનુ આગામી 2023/24 ના વર્ષનુ રૂ.93.77 કરોડનુ બજેટ સર્વાનુમતે મંજુર કરાયુ હતુ. જેની સામે આગામી વર્ષે સાપર અને કણઝીયા તળાવનુ બ્યુટીફીકેશન સહિત આગવી ઓળખ સહિતના રૂ.54.62 કરોડના અંદાજીત ખર્ચે વિવિધ વિકાસ કામોની જોગવાઈ કરાઈ છે.પાલિકાની અંદાજીત આવક રૂ.59.51 કરોડની સામે રૂ.54.62 કરોડના ખર્ચેનો અંદાજ કરતા રૂ.39.14 લાખનુ પુરાંત વાળુ બજેટ તૈયાર કરાયુ હતુ.
કડી પાલિકાના હોલમાં સાધારણ સભા યોજવામાં આવી હતી જેમાં કડી નગરપાલિકાના 36 સભ્યોમાંથી કોંગ્રેસના એક અને ભાજપના 25 સભ્યો હાજર રહ્યા હતા અને પાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નીતિન પટેલની ગેરહાજરીમાં જ બજેટ મંજુર કરવામાં આવ્યું હતું અને સાધારણ સભા 10 મિનિટ જ ચાલી હતી સાધારણ સભામાં રૂપિયા 93.77 લાખનું બજેટ સર્વાનું મતે મંજૂર કરાયું હતું બજેટ બાબતે નગરપાલિકાના ચીફ ઓફિસર કલ્પેશ ભટ્ટને પૂછતા તેમને જણાવ્યું હતું કે કડી શહેરની સુધારણા પાણી પુરવઠા યોજના કરવા જઈ રહ્યા છીએ આ યોજના 30 કરોડના ખર્ચે થનાર છે જેમાં નવ વિકસિત વિસ્તારો આવરી લેવામાં આવશે અને 2050 સુધીનો વિકાસ ધ્યાને લઈ પ્રતિ વ્યક્તિએ 140 લિટર પાણી આપી શકાય તે પ્રમાણે આયોજન કરેલું છે તેમજ સાપર અને કણઝીયા તળાવને અત્યંત આધુનિક કામ સરદાર બાગનું નવીનીકરણ તેમજ રોડ રસ્તા પાંચ કરોડના ખર્ચે કરી નાગરિકોના હિતમાં મહત્તમ વધારો થાય તે રીતે કામગીરી કરવામાં આવનાર છે બેઠકમાં ઉપપ્રમુખ દક્ષાબેન પ્રજાપતિ, જગદીશ પટેલ, હિમાંશુ ખમાર, વિષ્ણુભાઈ પટેલ, નિલેશ નાયક,વિપુલ પટેલ, અરવિંદ પંડ્યા, ઉષા પટેલ, કેતુલ પટેલ, સહિતના સભ્યો હાજર રહ્યા હતા